Home /News /mehsana /

Gujarat Election: બેચરાજી વિધાનસભા બેઠક પર કેવો છે મતદારોનો મૂડ? જાણો રાજકીય વિવાદો અને જાતિગત સમીકરણો

Gujarat Election: બેચરાજી વિધાનસભા બેઠક પર કેવો છે મતદારોનો મૂડ? જાણો રાજકીય વિવાદો અને જાતિગત સમીકરણો

2017માં કોંગ્રેસના ભરત ઠાકોરને 80,894 અને ભાજપના રજનીકાંત પટેલને 65,083 મતો મળ્યાં હતા અને આ રીતે કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠકનો કબ્જો છીનવી લીધો હતો.

2017માં કોંગ્રેસના ભરત ઠાકોરને 80,894 અને ભાજપના રજનીકાંત પટેલને 65,083 મતો મળ્યાં હતા અને આ રીતે કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠકનો કબ્જો છીનવી લીધો હતો.

  મહેસાણાથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલ બહુચરાજી તાલુકામાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર સોલંકીકાળથી અહી અસ્તિત્વ ધરાવે છે. બેચરાજી એટલે ગુજરાતભરમાં ચૌલક્રિયા માટે જાણીતું અને ભક્તોના રુદિયામાં વસેલું મા બહુચરનું દિવ્ય એવું યાત્રાધામ કે જ્યાં બિરાજેલ માતા બહુચરના દર્શને લોકો દેશવિદેશથી દોડી આવે છે. આ એ મંદિર છે જ્યાં થર્ડ જેન્ડરના વોટર કિન્નરો એટલે કે તાળી પાડવાવાળા માસી અને માતાજી પણ પોતાની આગવી ઓળખ પણ આ ધરતી પર ધરાવે છે. મા બહુચરની આરાધનામાં અહી ગવાય છે તે આનંદનો ગરબો, તો વિશ્વ પ્રસિદ્ધ નવલખ્ખો કરોડોની કિમતનો મોતીઓનો હાર પણ વર્ષમાં એકવાર માં બહુચરના કંઠે શોભે છે. ધાર્મિક અને ભૌગોલિક સિવાય બેચરાજીનું રાજકીય મહત્વ પણ ઘણું વધારે છે.

  મહેસાણા જિલ્લાનો નાનો એવો તાલુકો બેચરાજી ખેડૂતો અને મધ્યમવર્ગીય તમામ સમાજ અને જ્ઞાતિની વસતી ધરાવતો શ્રમજીવી તાલુકો ગણાય છે. અહીં ખેડૂતો, ખેતી અને પશુપાલન પર નિભાવ કરે છે, તો વળી આ તાલુકામાં 44 ગામોમાં કુલ 48 જેટલા તળાવો આવેલા છે અને ખાસ અહીં બક્ષીપંચ કેટેગરીના લોકો કોઈ પણ ચૂંટણીના ઉમેદવારને જીત અપાવવામાં મહત્વના સાબિત થાય છે. આજે અમે તમને આ બેઠક પર આગામી વિધાનસભા લઇને જરુરી જાણકારીઓ આપીશું.

  બેચરાજી બેઠકનો રાજકીય ઈતિહાસ

  ગુજરાતની એક મહત્વની શકિતપીઠના નામે જાણીતી મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભા બેઠકનો સમાવેશ પહેલાં ચાણસ્મા વિધાનસભામાં બેઠકમાં થતો હતો. બેચરાજી વિધાનસભા બેઠકમાં બેચરાજી તાલુકા ઉપરાંત મહેસાણા જીલ્લાના 72 ગામનો પણ સમાવેશ થાય છે.

  આ બેઠક પાટણના ચાણસ્મા મતવિસ્તારમાંથી વિભાજન થઇ 2012માં અસ્તિત્વમાં આવી છે અને અહીંના પ્રથમ ધારાસભ્ય તરીકે ભાજપનો ભગવો લહેરાવનાર ધારાસભ્ય રજનીકાંત પટેલે મહોર લગાવી છે. પક્ષમાં 10 વર્ષ સુધી સેવા આપતા પાર્ટીએ 2007માં રજનીકાંતને ચાણસ્મા વિધાનસભા સીટ પર ભાજપના ખીલતા કમળ તરીકે સ્થાન આપી ધારાસભ્યના ઉમેદવાર તરીકે ટિકીટ આપી હતી. રજનીકાંત પટેલે તે ચૂંટણીમાં હરીફ કોંગ્રેસના ઉમેદવાર માલજીભાઈ દેસાઈને 15000થી વધુ મતોથી હરાવી જીત મેળવી હતી.

  તો પોતાના વતન સમાન બેચરાજી વિધાનસભા 2012માં અસ્તિત્વમાં આવતા જ રજનીકાંત પટેલે નસીબ અજમાવ્યું હતું અને તે સમયે ચૂંટણીમાં બેચરાજી વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહને 6000 કરતા વધુ મતોથી પરાજિત કરી વિજય મેળવ્યો હતો. વિજયની એ સફરમાં રજનીકાંત પટેલે બેચરાજી વિધાનસભા પરથી રાજ્યના ગૃહપ્રધાન તરીકે લાલબત્તી સાથેનું પદ મેળવી મતદારો અને વિસ્તારના લોકોનું ગૌરવ વધાર્યું હતું.

  2017માં કોંગ્રેસના ભરત ઠાકોરને 80,894 અને ભાજપના રજનીકાંત પટેલને 65,083 મતો મળ્યાં હતા અને આ રીતે કોંગ્રેસે ભાજપ પાસેથી આ બેઠકનો કબ્જો છીનવી લીધો હતો.

  પટેલ-ઠાકોર સમાજનો દબદબો

  આ બેઠકની વાત કરીએ તો પટેલ અને ઠાકોર મતદારોના મત ઉમેદવાર માટે નિર્ણાયક સાબિત થઈ શકે તેમ છે. મહેસાણા જીલ્લાની બેચરાજી વિધાનસભાના જાતીય ગણિતની વાત કરીએ તો જણાશે કે પાટીદાર 27.0 ટકા, ઠાકોર 24.0 ટકા, ક્ષત્રિય 16.0 ટકા, રબારી 5.0 ટકા, ચૌધરી 7.0 ટકા, એસ.સી . 12.0 ટકા, અને ઓબીસી 9.0 ટકા જેટલા મતદારો છે.

  બેચરાજી વિધાનસભા બેઠક પર 2019ની સ્થિતિ પ્રમાણે અંદાજીત કુલ મતદારો 2,40,156 છે, જેમાં 1,23,800 પુરુષ અને 1,16,343 સ્ત્રી અને 12 અન્ય મતદારો છે. 2012માં જોટાણા અને ચાણસ્મા બેઠકનું વિભાજન થતાં બેચરાજી બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર 2017માં રજનીકાંત પટેલને પોતે પટેલ હોવા છતાં પાટીદાર અનામત આંદોલનમાં ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

  2015માં પાટીદાર અનામત આંદોલનની આંધીએ રજનીકાંત પટેલની ગૃહપ્રધાન તરીકેની કારકિર્દી પર પાણી ફેરવી વાળ્યું હતું અને અંતે ખુદના સમાજ માટે પોતાનું પ્રધાનપદું છોડતાં રાજીનામું ધરી દીધું હતું. આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નજીક આવી રહી છે,

  અહીંના રાજકારણની વાત કરીએ તો બેચરાજી વિધાનસભા બેઠક બક્ષીપંચ મતદારોનો વિસ્તાર હોઈ પાર્ટી અહી કેવા ઉમેદવારને પસંદ કરે છે તે મહત્ત્વનું બની રહેશે. બીજી તરફ હાલ કોઇ પણ પક્ષે આ બેઠક પર વિજય રથ ચલાવવા પાટીદારોને રીઝવવા ખાસ જરૂરી બની જશે. અત્યાર સુધીની રાજકીય ઉથલપાથલો જોઇએ તો આ વર્ષે ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર સૌથી મોટું પરીબળ સાબિત થઇ શકે તેમ છે.

  બેચરાજી તાલુકામાં સરકારમાં સ્થાન ધરાવતાં હોવાથી રજનીકાંત પટેલ સ્થાનિક રોજગારીના ઉદ્દેશથી ઓટોમોબાઈલક્ષેત્રના નામાંકિત ઉદ્યોગોને લઇ આવ્યાં છે. તો ખેતી માટે ગામડાઓમાં ખેડૂતોને પાણીનો લાભ અપાવવામાં પણ કાર્યશીલ રહ્યા છે. તેમ છતાં હજુ પણ તાલુકામાં શિક્ષણ અને રોજગારધંધા માટેની સમસ્યાને નિવારવાની સમસ્યા યથાવત જ રહેલી છે.

  શું છે લોકોની માંગ?

  બેચરાજી વિધાનસભા વિસ્તારમાં ખેતી અને પશુપાલનનું પ્રાધાન્ય હોવા છતાં સિંચાઇનું પાણી કેનાલો હોવા છતાં પૂરતું મળતું નથી. લઇને જેને લોકો તેની પણ માંગ કરે છે. વિસ્તારમાં ઉદ્યોગો આવ્યા હોવા છતાં વિસ્તારનો પૂરતો વિકાસ થઇ શક્યો નથી. આ બેઠક પર શિક્ષણની ગુણવત્તા, આરોગ્યની ગુણવત્તાનો પણ પ્રશ્ન છે જેનો લોકો ઉકેલ માંગે છે. બીજું, આ બેઠક પર આવેલા મોટા ઔદ્યોગિક એકમોમાં સ્થાનિક લોકોને રોજગારને લઇને અસંતોષ છે અને શોષણ થતું હોવાની પણ બૂમ છે.

  બેચરાજી બેઠક પર વિવાદો

  - બહુચરાજીમાં સ્થાનિક સવરાજની ચૂંટણીમાં ફોર્મ સ્વીકારવાની અંતિમ ઘડીએ મેન્ટેડ બાબતે મારમારી થઈ હતી. ભરતજી ઠાકોરના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે ત્યાં હાજર હતા ત્યારે કોંગ્રેસના અન્ય 15 જેટલા કાર્યકર્તાઓ ભરતજી સામે ફોર્મના મેન્ડેટ બાબતે ઉગ્ર બોલાચાલી કરી હતી, ત્યારબાદ વધુ મામલો ઊકળતા ભરતજી ઠાકોર ત્યાંથી નીકળી ગયા હતા.

  - મહેસાણાના ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું પરિવાર સંમેલન યોજાયુ હતુ. જેમાં અલ્પેશ ઠાકોરના ખાસ અને બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોરની સુચક ગેરહાજરીથી અનેક તર્ક-વિતર્ક ઉભા થયા હતા.

  બેચરાજી બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ


  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ભરતજી ઠાકોરકોંગ્રેસ
  2012રજનીકાંત પટેલભાજપ

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  ખેરાલુ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Becharaji, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन