સામાન્ય તળાવ માંથી સુધારા-વધારા કરીને એક સુંદર તળાવ બનાવવામાં આવ્યું.
mehsana news: સરકાર દ્વારા (Government) આ લેક ને ખૂબ જ સરસ modified કરવામાં આવ્યો છે. જેની અંદર જવાની ટિકીટ માત્ર 10 રૂપિયા રાખવામાં આવી છે. લેક માં નાના બાળકો ને રમવા માટે childern play area, joggers park અને food court બનાવવામાં આવ્યો છે.
ehમહેસાણાઃ મહેસાણામાં શહેરની (Mehsana city news) બિલકુલ વચ્ચોવચ એક તળાવ છે. જે સમર્પણ ચોક એટલે કે ધોબીઘાટ (dhobighat) પર છે. જે વર્ષોથી જૂનું એક સામાન્ય તળાવ હતું. જેને પરા તળાવ કહેવામાં આવતું હતું. આ પરા તળાવમાં (lake) સુધારા-વધારા કરીને એક સુંદર તળાવ બનાવવામાં આવ્યું છે. જેનું નામ સ્વામી વિવેકાનંદ લેક (Swami Vivekananda Lake) રાખવામાં આવ્યું છે. કહેવાતું હતું કે આ તળાવમાં લોકો પહેલા પડીને મૃત્યુ પામતા હતા પરંતુ જ્યારથી આ સ્વામી વિવેકાનંદ લેક બન્યો છે ત્યારથી આ એક જોવાલાયક સ્થળ બની ગયું છે.
સરકાર દ્વારા આ લેક ને ખૂબ જ સરસ modified કરવામાં આવ્યો છે. જેની અંદર જવાની ટિકીટ માત્ર ૧૦ રૂપિયા રાખવામાં આવી છે. લેક માં નાના બાળકો ને રમવા માટે childern play area, joggers park અને food court બનાવવામાં આવ્યો છે. સવારે યોગા કરવા માટે yoga center અને એક્યુપંચર ટ્રેક જેવી અનેક વસ્તુઓ પણ બનાવવામાં આવી છે. સવાર ના સમયે લોકો yoga કરવા માટે અને ચાલવા માટે આવે છે અને સાંજ ના સમયે નાના બાળકો રમવા માટે અને લોકો બેસવા માટે આવે છે.
લેક ની ફરતે ગાર્ડન બનાવવામાં આવ્યું છે જ્યાં લોકો બેસે છે અને photo shoot કરે છે. ત્યાં રાત ની લાઇટિંગ થી રાત નો નજારો પણ જોવાલાયક હોય છે. લેક માં ઈસરો ના સ્પેસ શટલ ની માહિતી બતાવતો આખો view તૈયાર કરવામાં આવ્યો છે. ત્યાં નાના બાળકો ને બેસવા માટે toy train પણ છે જેનાથી લેક ની ફરતે નો આખો view જોઈ શકાય છે. સ્વામી વિવેકાનંદ લેક એ અત્યાર સુધી એક સામાન્ય તળાવ કહેવામાં આવતું હતું અને અત્યારે લોકો એને મહેસાણા ની શાન કહે છે. મહેસાણા માં સ્વામી વિવેકાનંદ લેક જોવાલાયક સ્થળ છે.