Home /News /mehsana /ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલીનું ઉંઝામાં સ્વાગત કરાયુ
ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલીનું ઉંઝામાં સ્વાગત કરાયુ
ઊંઝા ઉમિયા માતા મંદિરની ફાઈલ તસવીર
ચીન બોર્ડરથી ગોગરાસ લદાખ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, આબુ થઈને ઉંઝા આવેલી આર્મી સાયરલ રેલીનું ઉંઝા ઉમિયા માતા મંદિર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
અમદાવાદ: ઊંઝા ઉમિયા માતાજી (Unjha Umiya Mataji ) સંસ્થાને ઈન્ડો-તિબેટ બોર્ડ ફોર્સની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી અને બોર્ડરથી ઊંઝામાં સ્વાગત કર્યું હતુ. દેશની આઝાદીના 75 વર્ષની ઉજણી સંદર્ભે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આર્મી દ્વારા 75 અઠવાડિયા સુધી વિવધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરવામાં આવી રહી છે. ઈન્ડો, તિબેટ પોલીસ ફોર્મની રાષ્ટ્રીય એકતા સાયકલ રેલી ચાઈના બોર્ડરખી કેવડિયા કોલોની સધી 27000 કિમીની યાત્રા કરવાની છે જેમાંથી 2300 કિમીનું અંતર કાપીને તે સાયકલ યાત્રા ઊંઝા આવી પહોંચી હતી. ચીન બોર્ડરથી ગોગરાસ લદાખ, હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, આબુ થઈને ઉંઝા આવેલી આર્મી સાયરલ રેલીનું ઉંઝા ઉમિયા માતા મંદિર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.
આ સંદર્ભે ઉમિયા સંસ્થાના માનજ મંત્રી દિલિપભાઈ નેતાજીએ જાહેરાત કરી હતી કે, પાટીદાર સમાજમાંથી જે પણ શહીદ થશે તેના પરિવારને એક લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઈનામ આપવામાં આવશે.
આઝાદીના 75 વર્ષની ઉજણી સંદર્ભે આઝાદીની અમૃત મહોત્સવ અંતર્ગત આર્મી દ્વારા 75 અઠવાડિયા સુધી વિવધ વિસ્તારોમાં જઈને ઉજવણી કરી રહ્યા છે ત્યારે 2300 કિમીનું અંતર કાપીને આ સ્થળે આવેલા આર્મી જવાનો ઉંઝા મંદિર દ્વારા સંચાલિત આરામગૃહમાં રોકાણ કરશે અને 2 દિવસ આરામ કર્યા બાદ તેઓ કેવડિયા જવા માટે પ્રસ્થાન કરશે.
મહત્વનું છે કે, ગુજરાતમાં કેવડિયામાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટર દૂર આવેલી 182 મીટર ઊંચી વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાને 7 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. લગભગ 5000 મેટ્રિક ટન લોખંડ, 3000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ અને 33 મહિનાના ટૂંકાગાળામાં આ સ્ટેચ્યૂ તૈયાર કરવામાં આવ્યું છે. સાધુ બેટ પર બનાવેલી એન્જિનિયરિંગ માર્વેલ જેવી આ પ્રતિમા તેના લોકાર્પણ પછી સતત પ્રવાસીઓને આકર્ષી રહી છે.