Home /News /mehsana /કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

કડીઃ 'તું મને ઓળખે છે ગાડી કેમ ધીમે ચલાવતો નથી' કોટન ઇન્ડસ્ટ્રીઝના માલિક ઉપર ચાર લોકોનો હુમલો, live video

સીસીટીવીની તસવીર

ઓફિસ આગળ ગાડી પાર્ક કરીને નીચે ઉતરતા હતા. તે સમયે જ બાઈક ઉપર અંદર ઘૂસી આવી બે શખ્સોએ તું મને ઓળકે છે ગાડી કેમ ધીમી ચલાવતો નથી. તેમ કઈ પાઈપ કલ્પેશભાઈ પગેલ તથા છાતીના ભાગે માર્યો હતો.

કેતન પટેલ, મહેસાણાઃ અત્યારે હુમલાઓ (attack case) થવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવી જ એક ઘટના મહેસાણાના (Mehsana) કડી શહેરમાં બની છે. કડીના વિડજની કોટન ઇન્ડસ્ટ્રીમાં ઘૂસીને ચાર શખ્સોએ ઇન્ડસ્ટ્રીઝના માલિક (Owner of Industries) ઉપર હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. જોકે, ઇન્ડસ્ટ્રીઝમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં (cctv footage) આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે કડીના સાકાર સોસાયટીમાં કલ્પેશ કાંતિલાલ પટેલ પરિવાર સાથે રહે છે. કડી કલ્યાણપુર રોડ સ્થિત વિડજ ગામની સીમમાં અમૃત કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદાર છે. શનિવારે રાત્રે કલ્પેશભાઈ પટેલ તેમની જીજે 01 RA 1818 નંબરની ગાડી લઈને કોટન ઇન્ડસ્ટ્રીઝમાં રાતવાસો જતા હતા. દરમિયાન સાડા દશ કલાકના સુમારે ઓફિસ આગળ ગાડી પાર્ક કરીને નીચે ઉતરતા હતા.

તે સમયે જ બાઈક ઉપર અંદર ઘૂસી આવી બે શખ્સોએ તું મને ઓળખે છે ગાડી કેમ ધીમી ચલાવતો નથી. તેમ કઈ પાઈપ કલ્પેશભાઈ પગેલ તથા છાતીના ભાગે માર્યો હતો. આ સમયે સુરવાઇઝર અશ્વિનભાઈ પટેલ દોડી આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ બાઈક અથડાતા ઇકો કાર બે ટાયર ઉપર દોડી પછી પલટી ખાઈને ખાડામાં ખાબકી, ફિલ્મી સીન જેવો અકસ્માતનો live video

આ પણ વાંચોઃ-લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત માટે તૈયાર ન હતી પત્ની, રાજ ખુલ્યું તો પતિના ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડતી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

આ પણ વાંચોઃ-ધો.7ના વિદ્યાર્થી સાથે પરિણીત મહિલાને થયો પ્રેમ, ત્રણ બાળકો અને પતિને છોડી થઈ ફરાર

તેમને છોડાવે તે પહેલા અન્ય બે શખ્સો એ સુરવાઇઝરના માથામાં લોખંડની પાઈપ મારી છાતીમાં છરી મુકીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ હુમલાખોરો ત્યાંથી પોતાનુ વાહન લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટના બાદ માલિક કલ્પેશ કાંતિલાલ પટેલે કડી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધાવ્યો હતો.



ફરિયાદના પગલે કડી પોલીસે આ ચાર અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી. જોકે, સામાન્ય બાબતમાં થયેલા હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.
First published:

Tags: કડી, મહેસાણા, સીસીટીવી