સતલાસણા તાલુકાના ટીંબા ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે. ચાલુ વર્ષ ઘઉંનું વાવેતર કર્યું છે. 120 મણ ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જેમાંથી 30 ટકા ઘઉંનું બુકિંગ થઇ ગયું છે. ખેડૂત રીટેલમાં ઘઉં વેચે છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીંબા ગામના ખેડૂત છનાજી ભીખાજી ઠાકોર પ્રાકૃતિક ખેતી કરે છે. છનાજી પોતાની આઠ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. જેમાં તરબૂચ, સક્કરટેટી, ટામેટા, ઘઉં જેવા પાક લઇ રહ્યાં છે. પ્રાકૃતિક ખેતીના કારણે ખર્ચ પણ ઘટી ગયો છે. ઝીરો બજેટ ખેતી કરી રહ્યાં છે.
4 વર્ષથી કરે છે પ્રાકૃતિક ખેતી
છનાજી છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં જેઓ શાકભાજી, ઘઉં, ટામેટા , સક્કર ટેટી, તરબૂચ જેવા પાકોનું વાવેતર કરે છે.
છનાજી પાસે 1 ગાય અને 4 ભેંસ છે. તેમજ જીવામૃત, કીટનાશક, અર્ક વગેરે જાતે જ બનાવે છે. છાણિયું ખાતર બનાવે છે.
પિતાનાં અવસાન બાદ ખેતી સ્વિકારી
છનાજી 12 વર્ષના હત્યા ત્યારે તેમના પિતાનું નિધન થયું હતું. પિતાનાં નિધન બાદ છનાજી ખેતી કરી રહ્યાં છે. તેમણે 13 વર્ષની ઉંમરે જ ખેતી શરૂ કરી દીધી હતી.
હાલ છનાજીની ઉંમર 42 વર્ષની છે. તેમજ કૃષિમાં નવીનતમ ટેકનીક અપનાવે છે. તેમને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર (સજીવ ખેતી) મળ્યો છે.
3 વર્ષથી ઘઉંની ખેતી કરે છે અને રિટેલમાં વેચાણ
છનાજી પોતાના ખેતરના 2-3 વીઘા માં ઘઉંનું વાવેતર કરે છે. ઘઉંના પાક જોડે લીલા દેશી ચણાની ખેતી પણ મિશ્ર પાક તરીકે ઉગાડે છે.
ઘઉં જંગમાં ભરવાની જગ્યાએ તેઓ રીટેલમાં વેચાણ કરે છે. તેમજ લોકો ઘઉંનો પાક ઉભો હોય ત્યારે ઓર્ડર નોંધાવી દે છે.ચાલુ વર્ષે 120 મણ ઘઉંનું ઉત્પાદન થવાનો અંદાજ છે. જેમાંથી 30% ઘઉં બુક થઈ ગયા છે.
જો તમારા ધ્યાન માં એવા પ્રગતિશીલ ખેડૂત હોય તો અમને આ નંબર પર જણાવો 9904540719 ,અમે તેઓની મુલાકાત લઈશું.