Home /News /mehsana /Mehsana: ખેડૂતે બે વીઘામાં 1, 2, 3, 4, 5 નહી 15 પાકનું વાવેતર કર્યુ, પ્રાકૃતિક ખેતી કરે છે

Mehsana: ખેડૂતે બે વીઘામાં 1, 2, 3, 4, 5 નહી 15 પાકનું વાવેતર કર્યુ, પ્રાકૃતિક ખેતી કરે છે

X
મહેસાણા

મહેસાણા નાં વિજાપુર ના ખેડુત રામાભાઈ પટેલ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે 

મહેસાણા જિલ્લાનાં ખેડૂત રામાભાઇ પટેલ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેમજ બે વીઘામાં એકસાથે 15 પાક ઉગાડે છે. તેમજ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી અને તાલીમ પણ આપે છે.

Rinku Thakor, Mehsana: મહેસાણાનાં વિજાપુરનાં વજાપુરનાં ખેડૂત રામાભાઇ પટેલ છેલ્લા નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. રામાભાઇએ ઇકોનોમિકસ સુધીનો અભ્યાસ કર્યો છે. ખેતી થકી તેઓ સારુ વળતર મેળવી રહ્યાં છે. એટલું જ નહી બે વીઘામાં એક સાથે 15 પાક ઉગાડી રહ્યાં છે.

ગુજરાતમાં અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. તેમજ ખેતી પાકમાં સારૂ ઉત્પાદન અને સારી આવક મેળવી રહ્યાં છે. પરંતુ મહેસાણાનાં વિજાપુરનાં વજાપુરનાં ખેડત રામાભાઇ પટેલ નવ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી કરી રહ્યાં છે.

બે વીઘામાં જુદાજુદા 15 પાક ઉગાડ્યાં

મહેસાણા નાં વિજાપુર ના ખેડુત રામાભાઈ પટેલ છેલ્લા 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે 

રામાભાઈ છેલ્લા 9 વર્ષથી રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે.બે વીઘામાં બટાકા,પપૈયા, સાકભાજી, મકાઈ, ઘઉં જેવા લગભગ 15 પાક એક સાથે ઉગાડી રહ્યાં છે. તેમજ સારી કમાણી કરી રહ્યાં છે.

અન્ય ખેડૂતોને માહિતી આપે છે

રામાભાઇ પટેલ અનય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપે છે. તેમજ પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી?, પ્રાકૃતિક ખેતીથી શું ફાયદા થાય? સહિતની માહિતી અને માર્ગદર્શન આપે છે. તેમજ શિબીરનું પણ આયોજન કરે છે.



જીવામૃત અને કીટક નાશક બનાવે છે

જીવામૃત અને કીટક નાશક બનાવે છે.કીટક નાશકમાં તેઓ લસણ, ડૂંગળી, મરચા જેવી વસ્તુઓનો ઉપયોગ કરે છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે તેમને 75 મણ ઘઉં ઉત્પાદન મેળવ્યું છે. તદુપરાંત2 વીઘામાં 400 રોપા દેશી પૈયેયાનાં ઉગાડયા છે, જેમાંથી પણ તેઓ સારી કમાણી કરે છે .

જો તમે પણ આવી અલગ ખેતી કરતા હોય તો અમારો સપર્ક 9904540719 કરો અમે તે ને અહી મુકીશું .
First published:

Tags: Farmers News, Local 18, Mahesana

विज्ञापन