Home /News /mehsana /Mehsana: અહીં બટાકાનું મબલખ ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, આવી છે પરિસ્થિતિ, જુઓ Video

Mehsana: અહીં બટાકાનું મબલખ ઉત્પાદન છતા ખેડૂતો નિરાશ, આવી છે પરિસ્થિતિ, જુઓ Video

X
બટાકા

બટાકા નું વાવેતર વધારે , પણ ભાવ ખૂબ નીચા 

વિજાપુરમાં મગફળી, બટાકા અને એરંડા પાકોનું સૌથી વધુ વાવેતર થાય છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હિરપુરા તેમજ મહાદેવ પુરા મહેશ્વર સહિતના ગામોમાં આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થવા પામ્યું છે.પરંંતું ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે.

વધુ જુઓ ...
Rinku Thakor, Mehsana: ઉત્તર ગુજરાતમાં ડીસા, પાલનપુર, અને વિજાપુરમાં બટાકાનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે. વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં  મગફળી, બટાકા અને એરંડા પાકોનું સૌથી વધુ વાવેતર થાય છે.આ વર્ષે વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેમ કે ગિરપુરા તેમજ મદાદેવ પુરા મહેશ્વર સહિતના ગામોમાં બટાકાનું વાવેતર કર્યું હતું. જેમાં આ વર્ષે બટાકાનું મબલખ ઉત્પાદન થવા પામ્યું છે.પરંંતું ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો નિરાશ થયા છે.

વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હિરપુરા તેમજ મહાદેવ પુરા મહેશ્વર સહિતના ગામોમાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂત પાસે બટાકાના ઉત્પાદન માટે કરવામાં આવતો ખર્ચ અને તેનું વળતર પણ મળતું નથી.ખેડૂત પોતાના પરિવાર સાથે ખેત મજૂરી કરી બટાકા કાઢે છે પણ ભાવ નીચા મળે છે. છેલ્લા કેટલાક સમયથી બટાકાનાં ભાવ સતત ઓછા થતાં જાય છે અને બટાકાની ખેતી પણ હવે ખેડૂતો માટે દિવસે ને દિવસે ખર્ચાળ બની રહી છે.

આ પણ વાંચો: સાવરકુંડલાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા, વાદળછાયું વાતાવરણથી ખેડૂતો મુશ્કેલીમાં

લાંબા સમયે કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવે તો કોલ્ડ સ્ટોરેજનું ભાડું પણ વેચાણ સમયે નીકળતું નથી, જેથી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મુકવાનું પોષાય તેમના હોઈ ઘણી વખત બટાકા ખરાબ થઈ જતા હોવાથી ખેડૂતોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.



વિજાપુર પંથકના ખેડૂતોના જણાવ્યાં પ્રમાણે હાલમાં બટાકાના પુરતા પ્રમાણમાં ભાવ મળતા નથી. ગત વર્ષ કરતા આ વખતે બટાકાના 180 થી 200 રૂપિયા સુધીના ભાવ મળે છે. પરંતુ આ ભાવે વેચાણ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ નીકળતો નથી જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સરકારે ખેડૂતો માટે બટાકાના પોષણ ક્ષમ ભાવ મળે તે માટે વિચારવું જોઈએ જેથી ખેડૂતો વાવેતરના સમયે કરેલી મહેનત તેમજ ઉપજ માટે ખર્ચી નીકળે તે ખેડૂતો માટે અત્યંત જરૂરી બન્યું છે.
First published:

Tags: Local 18, Mahesana, Potato farmer