Home /News /mehsana /Mehsana: મરચામાં તેજીનો માહોલ, 1370 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

Mehsana: મરચામાં તેજીનો માહોલ, 1370 રૂપિયા મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

X
મરચાંનાં

મરચાંનાં ભાવ વધ્યા મરચા રૂપિયા 1370ની સપાટીએ પોહચ્યાં

જોટાણા યાર્ડમાં મરચાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે. તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. મરચાનાં 1370 રૂપિયા બોલાયા હતા. ગત વર્ષ કરતા ખુબ જ સાર ભાવ મળી રહ્યાં છે.

Rinku Thakor, Mehsana: જોટાણા યાર્ડમાં મરચા અને એરંડાની આવક વધુ થાય છે. તેમજ ચાલુ સિઝનમાં જોટાણા યાર્ડમાં મરચાની આવક વધુ જોવા મળી છે. અત્યાર સુધીમાં 50,000થી લઇને 60,000 મણ મરચાની આવક થઇ છે. તેમજ મરચાનાં મણના 1370 રૂપિયા ભાવ બોલાયા હતા. મરચાનાં સારા ભાવ આવતા ખેડૂતો ખુશ થઇ ગયા છે.

મરચાનાં ભાવમાં 350 રૂપિયાનો વધારો થયો

મહેસાણા જિલ્લાનાં જોટાણામાં આવેલું યાર્ડ મરચાનાં હબ તરીકે જાણીતું છે. અહીં અમદાવાદ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો મરચા લઇને આવે છે. હાલ મરચાની સિઝન શરૂ થઈ ગઈ છે.



આ સિઝન માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. મરચાનાં સારા ભાવ મળી રહ્યા છે. મરચાનાં ભાવમાં 350 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.



મરચાનાં ભાવ 1100 રૂપિયાથી વધીને 1370 રૂપિયાએ પહોંચી ગયા છે. મરચાનાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.



ગત વર્ષ કરતા ભાવ અને આવક બન્નેમાં વધારો

જોટાણા યાર્૯માં ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મરચાની વધારે આવક જોવા મળી છે. ગત વર્ષ કરતા ભાવમાં તેજી છે.



ગત વર્ષે મરચાનાં 600 રૂપિયાથી લઈને 900 રૂપિયા ભાવ હતો. ચાલુ વર્ષે ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મરચાનાં નીચા ભાવ 700 રૂપિયા અને ઉંચા ભાવ 1365 રૂપિયા રહ્યાં હતાં.
First published:

Tags: Local 18, Mahesana, Market yard

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો