ગીલોસણ ગામના ખેડૂત વિષ્ણુભાઇ પટેલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. વિષ્ણુભાઇએ 25 વીઘામાં એરંડાની નવી જાતનું વાવેતર કર્યું છે. વીઘે 80 થી 90 મણ ઉત્પાદન થવાનો અંદાજ છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામના ખેડૂત પટેલ વિષ્ણુભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમજ એરંડાની નવી જાત ઉગાડી હતી. એક વીઘા માંથી 80થી વધુ મણનું ઉત્પાદન મેળવ્યું છે. વિષ્ણુભાઇ ગાય આધારિત ખેતી કરી રહ્યાં છે.
વિષ્ણુભાઈ પટેલ પાસે હાલ 60 વીઘા જમીન છે. જેમાં બાજરી, જુવાર, ઘઉં, રાયડા, એરંડાની ખેતી કરે છે. ગત વર્ષે 25 વીઘામાં એરંડાની ખેતી કરી હતી. સાપુતારા એરંડાની જાતનું બિયારણ લઇ વાવેતર કરે છે.
સાપુતારા એરંડાની હાઇબ્રીડ જાતના એરંડા આ રીતે છે ખાસ
વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે,ક આ બ્રીડની જાતમાં માળ ખૂબ મોટી અને ભરાવદાર આવે છે અને મુખ્ય માળને ઉતરી લીધા પછી પણ એરંડા છોડમાં બીજી શાખા ઉગે છે.
આ છોડમાં એક સાથે 10 જેટલી માળ આવે છે. કોઈક વાર એનાથી પણ વધારે આવે છે.
ગત વર્ષે મેળવ્યું હતું સરેરાશ વીઘે 70 મણ ઉત્પાદન
વિષ્ણુભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક રીતે પાકો ઉગાડે છે અને બીજા પાકોમાં મુખ્યતવે એરંડા મોટા પ્રમાણમાં ઉગાડે છે. ગત વર્ષે તેમણે 15 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કર્યુ હતું.
લગભગ 1050 મણનું ઉત્પાદન મેળવ્યું હતું અને ચાલુ વર્ષે 25 વીઘામાં એરંડાનું વાવેતર કર્યું છે, જેમાં વીઘે 80 -90 મણ ઉત્પાદન થવાનો અંદાજ છે.