બટાકાના ભાવમાં તેજી આવી છે. બટાકામાં તેજી આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ છે. તેમજ સરકારે પણ રાહતની જાહેરાત કરી છે. બટાકાના ભાવ 200 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. બટાકાનાં 100 રૂપિયા ભાવ હતા જે વધીને 200 રૂપિયા સુધી ભાવ થતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે. ભાવમાં તેજી આવી છે.
બટાકાના ભાવ ગગડતા 9419 હેક્ટરમાં વાવેતર કરી ચૂકેલા વિજાપુર તાલુકાના ખેડૂતોમાં ચિંતા વધી હતી. હિરપુરા, મહાદેવપુરા, રામપુરા, હસનાપુર સહિત ગ્રામ્યજનોએ સરકારમાં રજૂઆતો કરી હતી. સરકાર દ્વારા રાહત શરૂ કરવાની સાથે ભાવમાં પણ તેજી આવી હતી. જેમાં 100 રૂપિયાના ભાવથી વધી હાલમાં 200 રૂપિયા સુધી ભાવ વધતા ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે.
ગાડીમાં કટ્ટા ભરવાના પૈસાનું વળતર મળવું જોઈએ
ખેડૂતોએ જણાવ્યું હતુ કે, હાલમાં સારી તેજી આવી છે. પરંતુ બટાકાના કટ્ટાના પૈસા અલગથી લેવા જોઈએ. એપીએમસી મુજબ એક કિલો પણ કાપવા દેવું જોઈએ નહીં અને રૂપિયા પણ વટાવ કાપ્યા સિવાય રોકડા આપવા જોઈએ. ગાડીમાં કટ્ટા ભરવાના પૈસાનું વળતર મળવું જોઈએ.
મહેસાણામાં બટાકાના ભાવ
ખેડૂતો ધારે તો આખરી શરતો દાખલ કરી શકે છે જે કાયમ માટે ખેડૂતોને ફાયદાકારક રહે તે માટે ખેડૂતોના હિતનું વિચાર કરવો જોઈએ. હાલમાં હિરપુરામાં રૂપિયા 130થી 201 બટાકાના ભાવ બોલાયા હતા. રામપુરામાં 201 રૂપિયા, હાથીપુરામાં 170 થી 200, હસનાપુરમાં 150 થી 180નો ભાવ બોલાયો હતો.