Home /News /mehsana /Mehsana: સુંઢિયાના ખેડૂત આવી રીતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી અળસિયા વેચે, બેસ્ટ ફાર્મરનો મળ્યો છે એવોર્ડ

Mehsana: સુંઢિયાના ખેડૂત આવી રીતે વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરી અળસિયા વેચે, બેસ્ટ ફાર્મરનો મળ્યો છે એવોર્ડ

X
વર્મીકંપોસ્ટ(બ્લેક

વર્મીકંપોસ્ટ(બ્લેક ગોલ્ડ) ની લાખોની કમાણી

વડનગરનાં સુંઢિયા ગામનાં ખેડૂત જેણાજી ઠાકોર વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે અને તેનું વેચાણ કરે છે. તેમજ અળસિયા વેચી રહ્યા છે. જેણાજીએ અભ્યાસ કર્યો નથી.તેમજ સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે.

    Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામનાં ખેડૂત જેણાજી સુજાજી ઠાકોરે અભ્યાસ કર્યો નથી. હાલ જેણાજી ખેતી કરી રહ્યાં છે. ખેતીમાં ખુબ જ રસ ધરાવે છે. તેમજ વિવિધ સ્ત્રોતથી ખેતીનાં માહિતી મેળવતા રહે છે. જેણાજી પ્રાકૃતિક ખેતી કરે છે. સાથે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવે છે અને તેનુ વેચાણ કરે છે. આ ઉપરાંત ગોબર ગેસ પ્લાન્ટ લગાવ્યો છે અને તેના ખાતરનું પણ વેચાણ કરી આવક મેળવી રહ્યા છે.

    સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે

    જેણાજી સુજાજી ઠાકોરે અભ્યાસ કર્યો નથી. જેણાજીની 60 વર્ષની ઉંમર છે. પરિવાર સાથે રહે છે. દેશી ગાય અને ભેંસ રાખે છે.



    લગભગ 7 વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરે છે અને અળસિયાનો ઉછેર કરી તેનું વેચાણ કરે છે. ગોબર ગેસ પ્લાન્ટ લગાવ્યો છે અને ખાતરનું પણ વેચાણ કરે છે.



    એક કિલો અળસિયાથી ખાતરની શરૂઆત કરી હતી

    જેણાજી 1 કિલો અળસિયાથી શરૂઆત કરી હતી. આજે સરકારી ખેતીવાડી સંસ્થાઓ અને અન્ય વ્યકિતના માર્ગ હેઠળ વર્મી કમ્પોસ્ટ ખાતર અને ગોબર ગેરનાં ખાતરનું વેચાણ કરે છે.



    જેણાજીએ જણાવ્યું હતું કે, અળસિયાએ 300 રૂપિયે કિલોના ભાવે વેચે છે તેમજ આ મહિનાને રૂપિયા 15000નાં અળસિયા વેચ્યા હતા.



    વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થતાં 45 દિવસ જેટલો સમય લાગે છે. વર્મી કમ્પોસ્ટ ખાતર 300 થી 350 રૂપિયાનું 50 કિલો વેચે છે.વિવિધ બાગાયતી નર્સરી વાળા લોકો અને ખેડૂતો ખાતર લઇ જાય છે.



    જુદા જુદા શાકભાજીનું વાવેતર કરે છે

    જેણાજી કોબી, ફુલાવર રીંગણ, પાલક, વટાણા, દુધી, ડુંગળી વગેરે શાકભાજીનું વાવેતર કરીને આવક મેળવે છે. તેમજ રોકડિયા પાકમાં કપાસ, રાયડો, દીવેલાનુ વાવેતર કરે છે. બાગાયતી પાકમાં પપૈયા, સરગવો અને સિઝન પ્રમાણે ફુલ છોડનો ઉછેર કરે છે.



    બેસ્ટ ફાર્મર એવોર્ડ જેણાજીને મળ્યો છે

    જેણાજી ઠાકોરને આત્મા પ્રોજેક્ટ દ્વારા વડનગર તાલુકા કક્ષાએ બેસ્ટ ફાર્મસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દસ હજાર રૂપિયા રોકડા અને સન્માન પત્ર આપવામાં આવ્યાં હતાં.
    First published:

    Tags: Farmer in Gujarat, Local 18, Mahesana, Urea fertilizer

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો