Rinku Thakor, Mehsana: ગુજરાત સહિત મહેસાણા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતોને સારો નફો થઈ રહ્યો છે. ખેડૂત સસ્તા ભાવે ઉપજ કરી સારી આવક મેળવી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામમાં રહેતા ખેડૂત સિપાઈ મેહમુદ ભાઈ પોતાના 13 એકર જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી તરબૂચની ખેતી કરી રહ્યા છે. લગભગ આ ખેતીથી તેઓ 16થી 17 ટન જેટલું ઉત્પાદન મેળવી રહ્યા છે.
મહેસાણા જિલ્લાના પાસે આવેલા કડી તાલુકાના લ્હોર ગામમાં રહેતા ખેડૂત સિપાઈ મેહમુદભાઈ 7 વર્ષથી પોતાની માલિકીની 13 એકર જમીનમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે છે.
તેઓ 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે ને તેમને ખેતીમાં જ રસ હોવાથી ખેતી સ્વ ઈચ્છા એ સ્વીકારી હતી ,અને આ ખેતીમાં તેઓ મુખ્યત્વે શાકભાજી અને ફ્રુટનું વાવેતર કરે છે અને તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે .
ખેડૂત 13 એકરમાં કરે છે તડબૂચની ખેતી
મહમૂદ ભાઈ 2002માં ખેતી કરવાની શરૂઆત કરી હતી ,હાલ તેઓ 13 એકરની જમીનમાં પ્રાકૃતિક રીતે તડબૂચની ખેતી કરે છે. તેઓએ કરેલી આ વર્ષે તરૂચની ખેતીમાં 17 ટન જેટલું ઉત્પાદન મળે તેવી આશા વ્યક્ત કરી છે.
મહમૂદ ભાઈના જણાવ્યા પ્રમાણે ગાય આધારિત ખેતીના કારણે તરબૂચમાં મીઠાશ સારી આવે છે.અને ઉત્પાદન પણ વધુ આવે છે.