Home /News /mehsana /Mehsana: નિવૃતી પછી જમીનની સકલ બદલી કરે છે કેળાની પ્રાકૃતિક ખેતી, ખેતીની કમાલ

Mehsana: નિવૃતી પછી જમીનની સકલ બદલી કરે છે કેળાની પ્રાકૃતિક ખેતી, ખેતીની કમાલ

X
4

4 વર્ષ થી અપનાવી છે પ્રાકૃતિક ઢબે ખેતી.

મહેસાણાનાં કનોડા ગામનાં રામાભાઇ પટેલ પોસ્ટ વિભાગમાં નોકરી કરતા હતાં. નોકરીમાંથી વહેલી નિવૃતી લઇને ખેતીમાં લાગી ગયા છે. હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. તેમની જમીનમાં કેળાની ખેતી થતી ન હતી. પરંતુ તેને અનુરૂપ જમીન બનાવી છે.

Rinku Thakor, Mahesana: મહેસાણા જિલ્લાનાં કનોડા ગામના રામાભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં પોસ્ટમાં નોકરી કરતા હતાં અને તેમને હંમેશાથી ખેતીમાં રસ જ હતો. આ શોખ અને રસનાં કારણે એમને લગભગ 5-6 વર્ષ પહેલાં નોકરીમાંથી નિવૃતિ લીધી હતી અને પોતાના ખેતરમાં ખેતી ચાલું કરી હતી. તેમની ઉંમર હાલ 72 વર્ષ છે. છતાં પણ તેઓ પોતાના ખેતરમાં જાતે ખેતી કરે છે.

પહેલા કેળાને અનુરૂપ જમીન ન હતી.

રામાભાઇ પહેલા રાસાયણિક ખેતી કરતા હતાં. બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી માહિતી મેળવી હતી. બાદ પ્રથમ વખત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. રામાભાઇએ એક વીઘામાં કેળાની ખેતી કરી છે અને રૂપિયા એક લાખનો ખર્ચ કર્યો હતો. બે વર્ષમાં ખર્ચ સહિત વળતર મેળવી રહ્યાં છે. રામાભાઇએ કહ્યું હતું કે, જમીન કેળા માટે અનુકુળ ન હતી. બાદ તેને અનુરૂપ જમીન કરી છે. હાલ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે.

હવે કરી રહ્યા છે ખેતી માં નવીન પ્રયોગ



રામાભાઈ હવે પપૈયા, શેરડી અને અળસીની ખેતીનો પ્રયોગ પોતાના ખેતરમાં કરી રહ્યા છે. તેમજ તેઓ પોતાના ખેતરનાં પપૈયા માટે જાતે જ આકડો (એક વનસ્પતિ)અને બીજા પ્રાકૃતિક મિશ્રણથી પોટૅશિયમ યુક્ત દ્રાવણ બનાવે છે. જેથી પપૈયાનો સ્વાદ ગળ્યો રહે, કીટકો પણ પાકથી દૂર રહે. તેઓ પપૈયાના પ્રકાંડની આજુ બાજુ સિલ્વર ફોઇલ લગાડે છે. જેથી ખિસકોલી ,ઉંદર ફળને બગડે નહી.
First published:

Tags: Farming Idea, Local 18, Mahesana, ખેતી

विज्ञापन