ગીલોસણનાં ખેડૂત પાંચ વીઘામાં શાકભાજીની ખેતી કરી રહ્યાં છે. પાંચ પ્રકારના રીંગણ ઉગાડી રહ્યાં છે. તેમજ અન્ય શાકભાજીની પણ ખેતી કરે છે. શાકભાજીમાંથી અત્યાર સુધીમાં દોઢ લાખની આવક થઇ છે. હજુ બે લાખની આવક થવાની શક્યતા છે.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના ગીલોસણ ગામના ખેડૂત પટેલ વિષ્ણુભાઈ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. વિષ્ણુભાઇ પાસે 60 વીઘા જમીન છે. જેમાંથી પાંચ વીઘામાં શાકભાજીની ખેતી કરે છે. તેમજ પાંચ પ્રકારના રીંગણા ઉગાડે છે. આ ઉપરાંત ટામેટા, કોબીજ, ગાજર, ફુલાવર, પાલકનું પણ વાવેતર કરે છે. બાજરી, જુવાર, ઘઉં, રાયડો, એરંડાનું પણ વાવેતર કરે છે. 25 વીઘામાં એરંડા વાવ્યા છે.
ડ્રિપથી જીવામૃત છોડને આપે છે
વિષ્ણુભાઇએ જણાવ્યું હતું કે, શાકભાજીના છોડ 45 થી 50 દિવસમાં પરિપક્વ થઈ જાય છે. પરિપક્વ થયા પછી તેમા ફૂલ બેસે છે.
ત્યારે તેમનું વધારે ધ્યાન રાખવું પડે છે અને પિયતનું પણ એમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. પિયત આપતી વખતે ડ્રિપથી જીવામૃત છોડને આપે છે.
1.50 લાખનું શાકભાજીનું વેચાણ કર્યુ
વિષ્ણુભાઇએ પાંચ વીઘામાં શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં સુરતી ભટ્ટા, કાળા રીંગણ, સફેદ ભટ્ટા, નાના રીંગણનું વાવેતર કર્યું છે. તેમજ ટામેટા, કોબીજ,
ફૂલાવરનું વાવેતર કર્યું છે. અત્યાર સુધીમાં દોઢ લાખ રૂપિયાની આવક થઇ છે. હજુ બે મહિનામાં બે લાખ રૂપિયાની આવક થવાની શક્યતા છે. સિઝનમાં ચાર લાખ રૂપિયાનું વેચાણ કરશે.
જો તમારા ધ્યાન માં એવા પ્રગતિશીલ ખેડૂત હોય તો અમને આ નંબર પર જણાવો 9904540719 ,અમે તેઓની મુલાકાત લઈશું.