મહેસાણામાં અહીં ફક્ત 600 રૂપિયામાં મળશે રજવાડી આઈસ ગોલા ડીશ
મહેસાણામાં આવેલી ચિરાગ પ્લાઝા ખાતે ફેમસ રજવાડી આઈસ ડીશ ગોલા ખાવા લોકોની લાગે છે લાંબી લાઈનો. અહીં મળતો રજવાડી આઈસ ડીશ ગોલો ખુબજ ફેમસ છે. રજવાડી સ્ટોલ પર 50થી લઈ 600 રૂપિયાનો ગોલો મળે છે.
Rinku Thakor, Mehsana: ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે શહેરના વિવિધ વિસ્તારોમાં આપણને ગોલા ડીશના સ્ટોલ જોવા મળે છે. પરંતુ કહેવાય છે ને જ્યાં ટેસ્ટ મળે ત્યાં જ લોકો ડીશ ગોલા ખાવા જાય છે. ત્યારે આજે આપણે મહેસાણા જિલ્લામાં આવેલા ચિરાગ પ્લાઝા ખાતે ફેમસ રજવાડી આઈસ ડીશ શોપ આવેલી છે. જ્યા ગોલા ખાવા લોકોની લાઈનો લાગે છે. અહીં 50 રૂપિયાથી લઈ 600 રૂપિયા સુધીના ગોલા મળે છે.
મહેસાણા જિલ્લામાં આવેલી રજવાડી આઈસ ડીશ શોપ પર મળતો જમ્બો ફેમિલી ગોળાની લોકોમાં ખૂબ જ માંગ છે. આ રજવાડી ગોલા ખાવા લોકો દૂર-દૂરથી આવે છે. અહીં સામાન્ય ગોલો માત્ર 30-40 રૂપિયામાં મળી રહે છે. જ્યારે ખાસ રજવાડી ગોલો 600 રૂપિયાનો મળે છે.
600 રૂપિયાની આઈસ ડીશની આ છે ખાસિયત
રજવાડી શોપ પર 600 રૂપિયાની આઈસ ડીશ મળે છે જેની ખાસિયત એ છે કે એમાં 6 સ્કૂપ વેનીલા આઈસ્ક્રીમ આવે છે, ડ્રાય ફ્રુટ , ચોકલેટ તેમજ ચોકો વેફર આવે છે, બીજી રજવાડી ડીશ 150 રૂપિયાની છે.
જેમાં ક્રીમ ,આઈસ્ક્રીમ ,તૂટી ફ્રુટી વેફર આવે છે. જે લોકોને ખૂબ ગમી રહી છે .અહી લોકોની સારી એવી ભીડ જોવા મળે છે. તમે અહીંથી ડીશ ગોલો પેક પણ કરાવીને લઈ જઈ શકો છો.
રજવાડી આઈસ ડીશનાં માલિક દીપ ભાઈ ચૌધરી જણાવે છે કે તેઓ અહીં 2 વર્ષ થી ડીશ ગોલાની શોપ ચલાવી રહ્યા છે. જેમાં સીઝનમાં સારી ભીડ જામે છે. લોકો અહીં 50થી લઇને 600 રૂપિયા સુધીની બરફ ડીશ ખાય છે. સીઝનમાં 100 કિલો બરફ વપરાઈ જાય છે. અમે રોજની 200થી 300 ડીશનું વેચાણ કરી લઈએ છીએ.અમારા બરફની ખાસ વાત એ છે કે તે બરફ મિનરલ વોટર માંથી બનાવવામાં આવે છે.