Home /News /mehsana /મહેસાણાઃ પતિ પત્ની ઔર વોનો કિસ્સો! લગ્નના 17 વર્ષ છતાં 'મારા પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે'

મહેસાણાઃ પતિ પત્ની ઔર વોનો કિસ્સો! લગ્નના 17 વર્ષ છતાં 'મારા પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે'

પ્રતિકાત્મક તસવીર

'મારા લગ્નને 17 વર્ષ થયા છે. અને મારે ચાર બાળકો પણ છે. પરંતુ મારા પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે. આથે તે મને અને મારા બાળકોને હેરાન કરે છે.'

મહેસાણાઃ પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ (pati, Patni aur woh) છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાં (Mehsana) સામે આવ્યો છે. અહીં એક મહિલાના પતિના બીજી સ્ત્રી સાથે આડા સંબંધોના (extra marital affair) કારણે મહિલા ઉપર ત્રાસ ગુજારવામાં (domestices violence) આવતો હતો. જેના કારણે ચાર સંતાનોની માતાએ પતિના (4 child mother) ત્રાસમાંથી બચવા માટે 181 અભયમને ફોન કર્યો હતો. અને મહેસાણા અભયમની ટીમે (Mehsana Abhayam team) મહિલાના ફોન બાદ તેના ઘરે પહોંચીને સમગ્ર મામલો જાણીને મહિલા અને તેના પતિનું કાઉન્સિલિંગ (Counseling) કર્યું હતું. અને કલાકોની મહેનત પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો ન રાખવાની શરતે મહિલાનું લગ્ન જીવન ફરીથી પાટા ઉપર આવ્યું હતું.

ઘટના અંગે વાત કરીએ તો મહેસાણા 181 અભયમ ટીમ ઉપર એક મહિલાનો ફોન આવ્યો હતો. ફોનમાં મહિલાએ જણાવ્યું હતું કે, મારા પતિ દ્વારા મને હેરાન કરવામાં આવે છે. મારે 181ની મદદની જરૂર છે. જેના પગલે મહેસાણા અભયમની ટીમના કાઉન્સિલર રશિલા કુંભાણી અને તેમની ટીમ મહિલા પાસે પહોંચી ગયા હતા.

જ્યાં કાઉન્સિલર રશિલાબહેને મહિલા સાથે વાતચિત કરી હતી. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, 'મારા લગ્નને 17 વર્ષ થયા છે. અને મારે ચાર બાળકો પણ છે. પરંતુ મારા પતિનું અન્ય સ્ત્રી સાથે અફેર ચાલે છે. આથે તે મને અને મારા બાળકોને હેરાન કરે છે.'

આ પણ વાંચોઃ-પતિ વિચારતા કે પત્ની દિવસ-રાત મહેનત કરી આપે છે સાથ, ઘરે આવેલી પોલીસે હકીકત કહી તો પગ નીચેથી જમીન સરકી ગઈ

આ પણ વાંચોઃ-અમદાવાદની શરમજનક ઘટના! વાસણામાં યુવક પરિણીતાના ઘરમાં ઘૂસ્યો, ચડ્ડો કાઢી કહ્યું "ભાભી અહીં આવો...બાથમાં લઈ.."

ત્યારબાદ રશિલાબહેને મહિલાનું કાઉન્સિલિંગ કરવાનું શરું કર્યું હતું. ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે, 'પતિના અન્ય સ્ત્રી સાથેના આડાસંબંધોના કારણે બંને વચ્ચે બોલાચાલી થાય છે. મારી ઉપર હાથપણ ઉપાડે છે. અને વારંવાર ઘરમાંથી બહાર નીકળી જવા માટે પણ કહે છે.'

આ પણ વાંચોઃ-પુત્રીએ માતા-પિતાને ઉકાળામાં ઊંઘની ગોળીઓ પીવડાવી, રાતમાં પ્રેમી સાથે મળીને કર્યું એવું કામ કે ઉડી ગયા હોશ

આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

અભયમની ટીમે પીડિત મહિલાને લીગલ એડવાઈઝરી આપી અને તેમને મોટીવેટ કર્યા હતા અને પીડિત મહિલા અને તેના પતિની બે કલાકની સમજાવટ બાદ સમાધાન ઉપર આવ્યા હતા. બીજી તરફ મહિલાના પતિએ પણ સ્વીકાર્યું કે આજ પછી તે કોઈ સ્ત્રી સાથે સંબંધ નહીં રાખે. અને તેની પત્ની અને બાળક પ્રત્યે જવાબદાર રહેશે.


પત્ની ઉપર ત્રાસ નહીં ગુજારે તેમજ પત્નીને ઘરમાંથી વારંવાર બહાર જવાનું પણ નહીં કહે. આમ પતિએ બાહેધરી આપ્યા બાદ પતિ પત્ની વચ્ચેની સમસ્યાનું સમાધાન લાવવામાં આવ્યું હતું. આ સાથે 181 અભયમની ટીમે ફરી એકવાર એક પરિવારને તૂટતા બચાવી લીધો હતો.
First published:

Tags: Love affair, Pati patni aur woh, ગુજરાત, મહેસાણા