મહેસાણાનાં વિસનગરનાં હસનપુર ગામમાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. તેમજ જીવામૃત, ધનામૃત કેવી રીતે બનાવવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લાના વિસનગરના હસનપુર ગામમાં ડાયાભાઇ પટેલના ખેતરમા પ્રાકૃતિક ખેતી લક્ષી શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.
જેમાં ઓર્ગેનિક ખેતીથી જમીનમાં થતા ફેરફારો, ઉત્પાદનમાં થતાં ફેરફારો, પાક ઉત્પાદનની ગુણવત્તામાં થતા વધારા વિશે માહિતી આપી હતી. તમામ ખેડૂતો જીવામૃત બનાવવાની, ઘનામૃત અને બીજામૃત બનાવવાની રીત અને માહિતી આપી હતી. તમામ ખેડૂતોએ ઉપયોગ કરવા પ્રેરવામાં આવ્યા હતા.
ગ્રામસેવકોને પણ સૂચના આપવામાં આવી
જેમાં વિસ્તરણ અધિકારીઓ દ્વારા ગ્રામસેવકોને ખેડૂતોને વધારે થી વધારે પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરવા માટે અને પ્રાકૃતિક ખેતીનો પ્રસાર ખેડૂતોમાં કઈ રીતે કરવો? તેની માહિતી, સૂચન આપ્યા હતા.
તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે સમજ, તેના ફાયદા વિશે વધારે માહિતી અપાઈ હતી.આ શિબિરમાં બી. જે. જોષી, એલ .કે.પટેલ, વી. ડી પટેલ વગેરે હાજર રહ્યા હતા.