Home /News /mehsana /Mehsana: નોકરી શોધી રહ્યા છો? આ તારીખે અહીં પહોંચી જજો! ભરતી માટે આટલી લાયકાત જરૂરી

Mehsana: નોકરી શોધી રહ્યા છો? આ તારીખે અહીં પહોંચી જજો! ભરતી માટે આટલી લાયકાત જરૂરી

જેમાં ધોરણ 10થી ગ્રેજ્યુએટ સુધીની ઉમેદવારો ભાગ લઈ શકશે..

મહેસાણા જિલ્લાના GIDC હોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 20 જાન્યુઆરીએ ભરતી મેળો યોજાશે.જેમાં ધોરણ 10થી ગ્રેજ્યુએટ સુધીની ઉમેદવારો ભાગ લઈ શકશે.

Rinku Thakor Mehsana: મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી દિવસોમાં મહેસાણા જિલ્લાના GIDC હોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10થી ગ્રેજ્યુએટ સુધીના લાયકાત ધરાવતા ઉમેદવાર રોજગાર ભરતીમાં ભાગ લઈ શકશે.

મહેસાણા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર મેળવવા માંગતા ઉમેદવારને રોજગારી મળી રહે એ માટે ખાનગી ક્ષેત્રે નોકરી દાતા દ્વારા જિલ્લા રોજગાર કચેરીએ ભરતી મેળાનું આયોજન કર્યું છે. મહેસાણા શહેરમાં આવેલા GIDC હોલ ખાતે રોજગાર ભરતી મેળો 20 જાન્યુઆરીના રોજ સવારે 11 કલાકે યોજવામાં આવશે.

આ રોજગાર ભરતી મેળામાં 10 પાસથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવાર આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઇ શકે છે. રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માગતા ઉમેદવાર ઓનલાઈન રજિસ્ટ્રેશન લિંક  https://forms.gle/3EWzADQdiLEQvVa6A પર 20 તારીખ પહેલા રજિસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.



યુવાનો માટે રોજગારીની તક ઉભી થઇ

મહેસાણા જિલ્લા રોજગારી કચેરી દ્વારા રોજગારી મેળાનું આયોજન કરવામાં આવ્યો છે. રોજગારી મેળાથી યુવાનો માટે રોજગારીની તક ઉભી થઇ છે. ખાનગી કંપનીમાં યુવાનોને નોકરી કરવાની તક મળેશે.

ખાનગી કંપની અને યુવાનો વચ્ચે રોજગારી કચેરી સેતુની ભૂમિકા અદા કરી રહી છે. યુવાનોએ રોજગાર કચેરીમાં નોંધણી કરાવવી જોઇએ.
First published:

Tags: Job and Career, Job News, Local 18, Mehsana news

विज्ञापन