Home /News /mehsana /Mehsana: કડી ખાતે ચૂંટણી કાર્ડનો જથ્થો કચરાના ઢગલામાંથી મળી આવતા તંત્રમાં દોડધામ

Mehsana: કડી ખાતે ચૂંટણી કાર્ડનો જથ્થો કચરાના ઢગલામાંથી મળી આવતા તંત્રમાં દોડધામ

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલા કરણનગર રોડ પરના કચરાના ઢગલામાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવતા સરકારી તંત્રમાં દોડધામ મચી.

મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલા કરણનગર રોડ પરના કચરાના ઢગલામાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક તંત્રને આ વિશે જાણ થતા મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ આ કચરાના ઢગલા પાસે આવી પહોંચ્યા હતા અને ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને પોતાના કબજામાં લઇ તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
ગુજરાત સહિત દેશ આખામાં કોઇની પાસે ઓળખના પુરાવા તરીકે સૌ પ્રથમ ચૂંટણી કાર્ડ (Election Card) અને આધાર કાર્ડ (Adhar Card) હશે. પરંતુ કેટલીક વાર આ ઓળખના પુરાવા જોઇ કોઇ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનાથી મોટી મુસિબત ઉભી થઇ શકે છે. પરંતુ મહેસાણા (Mehsana) જિલ્લાના કડી (Kadi) ખાતે તો સંખ્યાબંધ ચૂંટણી કાર્ડ કચરા (Election card trash)ના ઢગલામાં મળી આવ્યા છે. જેના કારણે તંત્ર દોડતું થઇ ગયું છે. આ ચૂંટણીકાર્ડ કચરાના ઢગલામાં મળી આવતા એવી આશંકા વ્યક્ત કરાઇ રહી છે કે મૂળ કાર્ડધારકને ચૂંટણી કાર્ડ પહોંચાડવાની જગ્યાએ કોઇએ તેને કચરાના ઢગલામાં ફેંકી દીધા હોઇ શકે છે.

ખરેખરમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલા કરણનગર રોડ પરના કચરાના ઢગલામાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવતા સરકારી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક તંત્રને આ વિશે જાણ થતા મામલતદાર અને નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ આ કચરાના ઢગલા પાસે આવી પહોંચ્યા હતા અને ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને પોતાના કબજામાં લઇ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- જિગ્નેશ મેવાણીના અલ્ટીમેટમ સામે સી.આર. પાટીલનો પ્રહાર- પાંચ વર્ષથી ક્યાં ગયા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલા કરણનગર રોડ પરના કચરાના ઢગલામાંથી 700થી વધુ ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે અને આ મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામા આવી રહી છે. ત્યાં જ આ તમામ ચૂંટણી કાર્ડ ગ્રામીણ વિસ્તારના હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો- ગુજરાતના 81 જિલ્લામાં મેઘ મહેર, જૂનાગઢ-નવસારીમાં મેઘરાજાની ધબધબાટી

આગામી થોડા સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ કચરાના ઢગલામાંથી મળી આવતા સ્થાનિક તંત્ર પણ સાબતું થયું છે. ગ્રામીણ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ કચરામા ઢગલામાં મળી આવતા વિસ્તારના ઓપરેટરને મામલતદાર કચેરીએ હાજર થવા સૂચના આપવામાં આવી છે.
First published:

Tags: Gujarati news, Mehsana news, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો