Home /News /mehsana /Accident : મહેસાણામાં નશામાં ધૂત ચાલકે કારને ફૂટપાથ પર ચડાવી, રાહદારીઓની સાવચેતીથી મોટી જાનહાનિ બચી

Accident : મહેસાણામાં નશામાં ધૂત ચાલકે કારને ફૂટપાથ પર ચડાવી, રાહદારીઓની સાવચેતીથી મોટી જાનહાનિ બચી

X
મહેસાણાના

મહેસાણાના પરા વિસ્તારમાં કાર અકસ્માત

ફૂટપાથ પર કાર ચઢાવી નાખતાં ઉશ્કેરાયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો, સદનશીબે જાનહાની ટળી

મહેસાણા : દિવસેને દિવસે અકસ્માતોનો આંકડો વધી રહ્યો છે, મહેસાણા માં પણ ઘણાં અકસ્માતો થઈ રહ્યા છે, ત્યાં મહેસાણા શહેરનાં પરા ટાવર પાસે એક યુવાન દારૂનાં નશાની હાલતમાં કાર હંકારતા અકસ્માત સર્જાયો. યુવાન દારૂનાં નશાની હાલતમાં હતો અને લોકો નું કહેવું છે કે કાર ની સ્પીડ પણ એટલી વધારે હોવાથી ભાન ન રહેતાં ફૂટપાથ પર ગાડી ચઢાવી નાખી.

અચાનક અકસ્માત સર્જાતા લોકો એકઠાં થઈ ગયાં. ફૂટપાથ પર કાર ચઢાવી નાખતાં ઉશ્કેરાયેલા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને લોકો એ યુવાનને કારમાંથી પકડીને બહાર કાઢવાની ઘણી કોશિશ કરી પરંતુ યુવાન કાર માંથી બહાર ન આવતા ખબર પડી કે કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો. યુવાનની કાર ફૂટપાથ ચઢી જતાં કાર ની નંબર પ્લેટ, કાર નો કાચ તૂટી ગયો અને કાર બંધ થઈ ગઈ.

અકસ્માત સર્જાતા પરા ટાવર પાસે લોકોની ઘણી ભીડ અને વાહનો નો ટ્રાફિક થઈ ગયો હતો. પરંતુ લોકો નું કહેવું હતું કે ફૂટપાથ પર આવી રીતે કાર ચઢાવી દેતા આવતાં જતાં લોકો ને કંઈ ઇજા થઇ હોત તો, સારું થયું કે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી. આ દારૂ ના નશા માં કાર ચલાવતા અકસ્માત થયાંનું ર્દશ્ય જોતાં લોકો ના માં ભારે રોષ જોવા મળ્યો હતો. પરંતુ એક માણસાઈ ને ધ્યાન માં રાખીને લોકો એ માર ન માર્યો અને તરત જ પોલીસ ને જાણ કરી દીધી હતી. લોકો એ તરત જ પોલીસ ને જાણ કરતાં ઘટના સ્થળે તરત પોલીસ આવી ગઈ હતી અને પોલીસે દારૂ નાં નશા ની હાલત માં કાર ચલાવતા યુવાન ની પૂછપરછ કરી અને તેની વધુ તપાસ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Car accident, Mehsana news, મહેસાણા