Home /News /mehsana /મહેસાણા : સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ રોડ પર અકસ્માતનો ભય, કેટલીક જગ્યાએ બમ્પની જરૂર

મહેસાણા : સોમનાથ ચોકડીથી માનવ આશ્રમ રોડ પર અકસ્માતનો ભય, કેટલીક જગ્યાએ બમ્પની જરૂર

16 જેટલી સોસાયટીઓ નાં રહીશો દ્વારા માનવ આશ્રમ જીલ કોમ્પ્લેક્ષ આગળ બમ્પ બનાવવા બાબતે નગરપાલિકા ને રજૂઆત અને દિવસ રાત ભારે વાહનો નાં કા?

16 જેટલી સોસાયટીઓ નાં રહીશો દ્વારા માનવ આશ્રમ જીલ કોમ્પ્લેક્ષ આગળ બમ્પ બનાવવા બાબતે નગરપાલિકા ને રજૂઆત અને દિવસ રાત ભારે વાહનો નાં કા?

મહેસાણા : શહેરમાં સોમનાથ ચોકડી વાળા રસ્તા પરથી માનવ આશ્રમ પર આવતા રોડ પર પહેલાં અહીં એક સિંગલ પેટ્ટી રોડ જ હતો. વાહનોની અવર જવર વધવાને કારણે મોટો પહોળો રોડ બનાવવામાં આવ્યો. અત્યારે ડૉ. આંબેડકર બ્રિજ થી માનવ આશ્રમ ચોકડી આવતા રોડ પર દિવસ અને રાત ભારે વાહનો આવતા હોય છે જેના કારણે અકસ્માત થાય છે. એમાં પણ જીલ કોમ્પ્લેક્ષની આજુબાજુ આવતી બધી જ સોસાયટીઓને મોટા મોટા વાહનોની અવર જવરના લીધે અકસ્માત થવાનો ભય રહે છે.

રોડ ની બંને બાજુએ બમ્પ ન હોવાથી જીલ કોમ્પ્લેક્ષની નજીક 16 જેટલી સોસાયટીઓને ત્યાંથી જવામાં તકલીફ પડે છે અને ત્યાંના બધાં રહીશોને બહાર જવા માટે ત્યાં એ જ રોડ પરથી પસાર થઈને જ જવું પડે છે, ભારે વાહનોની અવર જવરના કારણે ભય રહેવાથી ત્યાંના રહેવાસીઓએ નગરપાલિકામાં જીલ કોમ્પ્લેક્ષ આગળ બંને બાજું એ બમ્પ બનાવવાની અરજી કરી છે. જીલ કોમ્પ્લેક્ષ નજીક આચાર્યનગર, સંકેતનગર, કે.કે નગર, દિવ્ય રેસીડેન્સી, કીર્તિસાગર બંગલોઝ, એકલવ્યનગર સોસાયટી સહિત 16 જેટલી સોસાયટીઓ છે.

રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરતાં કહ્યું કે, સોસાયટી માંથી બહાર જવાં માટે આ રોડ પરથી પસાર થઈને જવું પડે છે, પરંતુ અહીં ભારે વાહનો ની અવર જવર ના કારણે અકસ્માત નો ભય રહે છે કેમ કે અહીં કોઈ જ પ્રકાર નો નાનો બમ્પ પણ બનાવામાં નથી આવ્યો. અને અહીં સાંજ ના સમયે ગાયો અને આખલા પણ મોટી સંખ્યા માં હોય છે. રોડ ની નજીક 16 જેટલી સોસાયટીઓ છે અને બમ્પ ના હોવાથી નાના બાળકો માટે પણ સમસ્યા ઊભી થાય છે અને એક જાત નો અકસ્માત નો ડર રહે છે.
First published:

Tags: Mehsana news, Road, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો