Home /News /mehsana /Mehsana: ઊંઝા ગંજ બજારમાં ધાણાનાં ઢગલા, સૌરાષ્ટ્રના ધાણા આવ્યા, આટલા ભાવ મળ્યા

Mehsana: ઊંઝા ગંજ બજારમાં ધાણાનાં ઢગલા, સૌરાષ્ટ્રના ધાણા આવ્યા, આટલા ભાવ મળ્યા

X
ઊંઝા

ઊંઝા માર્કેટ યાર્ડ માં ધાણા ની આવાક શરૂ.

ઊંઝા ગંજ બજારમાં ધાણાની આવક શરૂ થઇ છે. રોજની પાંચથી છ હાજર બોરી નવા ધાણાની આવક થઇ રહી છે. ધાણાનાં 1200 રૂપિયાથી લઇને 2400 રૂપિયા સુધી ભાવ રહ્યાં છે.તેમજ ઊંઝામાં સૌરાષ્ટ્રનાં ધાણા આવી રહ્યાં છે.

Rinku Thakor, Mehsana: ઊંઝા ગંજબજારમાં ધાણાની આવક શરૂ થઇ છે. ચાલુ વર્ષે ઉત્તર ગુજરાતમાં ધાણાનું વાવેતર વધુ હોવાના કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમજ સૌરાષ્ટ્રનાં જસદણ, ગોંડલ તાલુકામાંથી ધાણાની આવક શરૂ થઇ છે. આજે ઊંઝા ગંજ બજારમાં ધાણાના 1200 થી 2400 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા.

ઊંઝા ગંજબજારમાં ધાણાની આવક શરૂ

ઊંઝા ગંજબજારમાં ધાણાની નવી આવક શરૂ થતાં રોજ 5થી 6 હજાર બોરીની આવક થઇ રહી છે. જ્યારે ઊંચામાં ર2200 થી 2400 રૂપિયા સુધીના તેમજ નીચામાં ર1200થી 1400 રૂપિયા સુધીના રહ્યાં હતાં. આ વખતે ધાણાનું વાવેતર વધુ હોય ભાવમાં ગત વર્ષ કરતાં ઘટાડો જોવા મળ્યો છે.

ધાણાના માલ પ્રમાણે ભાવ

નવા માલની આવકને લઈ ઊંઝા ગંજ બજારમાં ધાણાના ઢગલા ઠેર ઠેર જોવા મળે છે. ખેડૂતો દૂરથી પોતાના પાક લઈને ગંજબજારમાં આવે છે. ધાણાનો એવરેજ ભાવ 1400 થી 2200 રૂપિયા સુધી રહ્યો હતો. કલરવાળા ધાણાના 2200 થી 2400 રૂપિયા અને ધાણી ગ્રીન કલર માલનો 1200થી 1400 સુધીના ભાવ રહ્યો હતો.



ધાણાનું વાવેતર વધુ હોવાથી ભાવમાં ઘટાડો

ઊંઝા ગંજ બજારમાં છેક સૌરાષ્ટ્ર પંથકમાંથી ધાણાની આવક આવવાની શરૂઆત થઇ ગઇ છે. જેમાં જસદણ અને ગોંડલ તાલુકામાંથી આવક થઇ રહી છે.દૈનિક પાંચ હજાર બોરીની આવક નોંધાઈ રહી છે. આ અંગે ધાણાના વેપારી જણાવ્યું હતું કે, ગંજમાં દૈનિક ધાણાની આવક છ હજાર બોરી થઈ રહી છે. ભાવમાં રૂ.1200 થી રૂ.2400 સુધીનો જોવા મળ્યો હતો. આ વખતે ધાણાનું વાવેતર વધુ હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
First published:

Tags: Crop, Farmer in Gujarat, Local 18, Mahesana, Unjha APMC

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો