Home /News /mehsana /Mehsana: જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાના ભાવે તમામ વિક્રમ તોડ્યા, મણના 1600 રૂપિયા બોલાયા

Mehsana: જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાના ભાવે તમામ વિક્રમ તોડ્યા, મણના 1600 રૂપિયા બોલાયા

X
જોટાણા

જોટાણા યાર્ડ માં વેપારીની મરચા માંગમાં વધારો થયો હોવાથી મરચાનાં ભાવ આસમાને 

જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાના રેકોર્ડ ભાવ બોલાયા. એક મણના 1600 રૂપિયા બોલાતા ખેડૂતોમાં ખુશી. યાર્ડમાં 60 હજાર મણ મરચાની આવક થઈ છે.

Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાની નવી આવક શરૂ થઈ ગઈ છે. ખેડૂતો પોતાનો પાક લઈ યાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાંના ભાવમાં તેજી જોવા મળી રહી છે. મરચાના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. યાર્ડમાં  મરચાંના રૂપિયા 1600 બોલાતા રેકોર્ડ ભાવ નોંધાયો હતો.

જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાનાં ભાવ રૂપિયા 1600ની સપાટીએ

મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકો  મરચાનાં હબ તરીકે જાણીતો છે . અને અત્રે હાલ મરચાની સીઝન ચાલુ થઈ ગઈ છે. આ સીઝન માર્ચ મહિનાના અંત સુધી ચાલશે. હાલ મરચાના ભાવમાં 600 જેટલો વધારો જોવા મળી રહ્યો છે. મરચાનો ભાવ 1100થી વધીને લગભગ 1600 રૂપિયાની સપાટીએ  પહોંચી ગયો છે. આ ભાવથી ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ છે.



જોટાણા માર્કેટ યાર્ડમાં આમ તો દરેક પાક ભરવામાં આવે છે પણ ખાસ કરીને અહીં મરચા અને એરંડાની આવક વધારે આવતી હોય છે. ચાલુ મરચાની સીઝનમાં મરચાની આવક જોટાણા માર્કેટ યાર્ડમાં વધારે જોવા મળી રહી છે. અત્યાર સુધી 50,000થી 60,000 મણ મરચાની આવક જોટાણા APMCમાં થઈ છે .



ગત વર્ષ કરતાં વધારે આવક અને ભાવ

જોટાણા માર્કેટ યાર્ડમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે  વધારે આવક જોવા મળી રહી છે. અને ગયા વર્ષ કરતાં ભાવ માં પણ આગતેજી પકડી છે. ગયા વર્ષે મરચાના ભાવ 600 ₹ થી 900₹ રહ્યો હતો અને આ વર્ષે ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે.



યાર્ડમાં દેશી મરચાનો ભાવ 700થી નીચે અને ઊંચો ભાવ 1600 રૂપિયા નોંધાયો છે. ત્યારે મરચા ખાબરનો ભાવ 4500 રૂપિયા નોંધાયો હતો. જેને લઈ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.અત્યારે સુધી માં મરચા ની 60000 મણ ની આવક જોટાણા માર્કેટ યાર્ડ માં થઈ છે.



જોટાણા એપીએમસીના ચેરમેન નીતિનભાઇએ ન્યૂઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ ગૃહિણીઓ માટે આખા વર્ષના મરચા ભરાવવાનો સમયે છે જેના પગલે ગોંડલથી આવતા મરચાના ભાવ વેપારીઓને વધુ આપવા પડતા હોય છે. જેના પગલે જોટાણાના મરચાને ખરીદતા મરચાના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.
First published:

Tags: Chilli, Local 18, Mahesana, Market yard