Home /News /mehsana /મહેસાણા : 'Love you ફ્રેન્ડ્સ-મોમ ડેડ, બાય' આયેશાની જેમ અંતિમ વીડિયો બનાવી યુવકે મોઢેરા કેનાલમાં લગાવી મોતની છલાંગ

મહેસાણા : 'Love you ફ્રેન્ડ્સ-મોમ ડેડ, બાય' આયેશાની જેમ અંતિમ વીડિયો બનાવી યુવકે મોઢેરા કેનાલમાં લગાવી મોતની છલાંગ

જશવંત નામના યુવકે આપઘાત કરતાં પહેલા વીડિયોમાં જણાવ્યું આત્મહત્યાનું કારણ

ચાણસ્માના યુવકે મોઢેરા કેનાલમાં આપઘાત કર્યો, કિનારે ઉભેલા લોકો બચાવી ન શક્યા તરફડ્યા મારતો યુવકનું મોત, અંતિમ વીડિયોમાં જણાવ્યું મોતનું કારણ

કેતન પટેલ, મહેસાણા : આપઘાતની (Suicide) એક હચમચાવી નાખતી ઘટના ચાણસ્માથી (Chansma) સામે આવી છે. અહીંયા ચાણસ્માના ગંગેટના યુવકે વીડિયો (Video) તૈયાર કરી કેનાલમાં (Modhera canal) આત્મહત્યા કરી લીધી હતી. જોકે, અંતિમ વીડિયોમાં યુવકે આપઘાતનું કારણ જણાવ્યું હતું. આ યુવક કેનાલમાં કૂદ્યા બાદ તરફડિયા મારતો રહ્યો પરંતુ તેને બચાવવા માટે કોઈ આવી શક્યું નહોતું. કિનારે ઉભેલા કેટલાક લોકોએ તરવૈયાના અભાવે પોતાનો જીવ જોખમમાં મૂક્યો નહોતો. આપઘાતનો આ લાઇવ વીડિયો ઉત્તર ગુજરાતમાં ખૂબ ફેલાઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયામાં આ વીડિયો પર દુખ ઠાલવી રહ્યા છે.

બનાવની વિગતો એવી છે કે ગઈકાલે મોઢેરા કેનાલમાં ચાણસ્માના ગંગેટના યુવકે મોતની છલાંગ લગાવી હતી. જોકે, આ યુવકે આપઘાત કરતાં પહેલાં એક અંતિમ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની આત્મહત્યા કરવાનું કારણ જણાવ્યું હતું. યુવકને તરફડિયા મારતા જોઈને મોટું ટોળું રાડો પાડતું રહ્યું પરંતુ કોઈ બચાવવા માટે પહોંચે તે પહેલાં આ યુવક ડૂબી ગયો હતો.

આ પણ વાંચો : બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગ, બચાવ કરવા જતા એક ગોળી આંગળી ચીરી પેટમાં ઘુસી ગઈ!

બાય-બાય મોમ-ડેડ, લવ યુ ફ્રેન્ડ્સ...

યુવકે વીડિયોમાં કહ્યું, 'મારૂં નામ જશવંત છે હું મારી મરજીથી આત્મહત્યા કરું છું. હું મારી માનસિક બીમારી અને કિડનીની બીમારીથી કંટાળીને આપઘાત કરું છું મારા મૃત્યુનું કારણ હું જ છું બીજા કોઈનો કોઈ વાંક નથી. લવ ફ્રેન્ડ્સ, મોમ ડેડ બાય બાય....'



આ પણ વાંચો : અમદાવાદ : મહાકાળી મંદિરના NRI ટ્રસ્ટી-સાધ્વી સહિત એકસાથે 4 વ્યક્તિની ગળું કાપી હત્યા કરી હતી, માથે હતું 51,000નું ઈનામ

આ યુવકે આત્મહત્યા કર્યા બાદ મોઢેરા કેનાલમાં તેને મરતા જોઈ રહેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી જોકે, આ યુવકને મદદ મળે તે પહેલાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને તેનો જીવ જતો રહ્યો હતો. ફાયરની ટીમે કેનાલમાંથી યુવકનો મૃતદેહ કાઢી અને તેને પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યો હતો. આમ એક કથિત માનસિક બીમારીએ આશાસ્પદ યુવકનો ભોગ લીધો હતો.

આ પણ વાંચો : સુરત : ટેમ્પોમાં બનાવેલું ચોરખાનું જોઈ પોલીસ માખું ખંજવાળવા લાગી! 1680 બોટલો સંતાડી હતી

અમદાવાદમાં આયેશાએ પણ આવી રીતે જ કર્યો હતો આપઘાત

થોડા સમય પહેલાં જ અમદાવાદમાં આયેશા નામની યુવતીએ પતિ સાથે થયેલી તકરારોથી કંટાળીને આપઘાત કર્યો હતો. તેણે હસતા મોઢે સાબરમતી રીવરફ્રન્ટ પરથી મોતની છલાંગ લગાવી અને જિંદગી હોમી નાખી હતી. આયેશાની ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો હતો. જોકે, આ યુવકે પણ આવી રીતે જ કેનાલ પરથી અંતિમ વીડિયો બનાવી મોતની છલાંગ લગાવી હતી.
First published:

Tags: Chansma, Gujarati news, Jashvant Thakor, Live video, North gujarat News, આત્મહત્યા, મોઢેરા, વાયરલ વીડિયો