Rinku Thakor, Mehsana : મહેસાણાનાં બહુચરાજી મંદિરમાં આજે દુર્ગાષ્ટમી નિમિત્તે રાત્રે માતાજીની શોભાયાત્રા બાદ પલ્લી ભરાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુચરાજીમાં બુધવારે રાત્રે 9-30 કલાકે બહુચર માતાજીની સવારી નીકળશે અને નગરચર્યા બાદ મંદિરે પરત આવ્યા પછી રાત્રે 12 કલાકે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પલ્લી નૈવેધ ભરાશે.
ચૈત્ર સુદ એકમથી પૂનમ સુધી શક્તિ સ્વરૂપની આરાધના કરવા અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. નવરાત્રીના પવિત્ર દિવસોમાં શાસ્ત્રોક્ત વિધિથી નવરાત્રી ઉત્સવ ઉજવવાની પરંપરા સચવાતી આવી છે. ચૈત્ર સુદ એકમે ઘટ સ્થાપના વિધિ થી શરૂ થયેલ નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે.
દુર્ગાષ્ટમીએ રાત્રે માતાજીની સવારી અને પલ્લી (નૈવેધ) સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવાશે.જે સમાજની કુળદેવી મા કેસ બહુચર છે તેઓ આ પ્રસંગે અવશ્ય હાજર રહે છે અને રાત્રીના પ્રસંગે હાજર રહી શકતાં નથી તેવા ત ભાવિકો સવારથી સાંજ સુધી માતાજીના દર્શન કરી પોતાનો ભાવ પ્રગટ કરે છે.
શુક્રવારના રોજ સવારે 7-30 કલાકે જવેરાની ઉત્થાપન વિધિ કરવામાં આવશે.જવેરાને રિદ્ધિ સિદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિકરૂપે જોવાતાં હોઈ એક એક જવેરા લેવા માટે ભાવિકો પડાપડી કરે છે.