Home /News /mehsana /મહેસાણા : સોનામાં આગઝરતી તેજી વચ્ચે ગઠિયાઓની હાથસફાઈ, 103 ગ્રામ સોનાની ચોરીનો Video

મહેસાણા : સોનામાં આગઝરતી તેજી વચ્ચે ગઠિયાઓની હાથસફાઈ, 103 ગ્રામ સોનાની ચોરીનો Video

ચોરીનો વીડિયો સીસીટીવીમાં કેદ થતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.

આખના પલકારામાં સોનીની દુકાનમાંથી માલ ચોરીને ગાયબ થઈ ગયા આ ગઠિયાઓ, ઝવેરીઓ માટે ચતેવણીરૂપ કિસ્સો, જુઓ વીડિયોમાં 'કારીગરી'

કેતન પટેલ, મહેસાણા : સોનામાં (Gold Price) આગઝરતી તેજી વચ્ચે રોજબરોજ સોનાની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. રોજરોજ રાજ્યના જુદા જુદા શહેરોમાંથી સોનાની ચોરીના કિસ્સાઓ સાંભળવામાં આવે છે. ઝવેરીની દુકાનમાં જઈને ગ્રાહકના સ્વાંગમાં આવતા આવા બે ગઠિયાઓએ પલક ઝબકતા જ 103 ગ્રામ માલ (Gold Theft) ઉપાડી અને છૂમંતર થઈ જવામાં સફળતા મેળવી છે. ચોરીનો આ કાંડ સીસીટીવી વીડિયોમાં પણ કેદ થઈ ગયો છે. ઝવેરીઓ માટે આ વીડિયો લાલબત્તી સમાન કિસ્સો છે. જોકે, શહેરના જુદા જુદા જ્વેલર્સને ત્યાં સીસીટીવી વીડિયોમાં ગઠિયાઓ જોવા મળ્યા છે.

બનાવની વિગત એવી છે કે મહેસાણાના સતલાસણામાં (Satlasna Gold Theft) હિરેન જ્વેલર્સ નામની દુકાનમાં ચોરીની ઘટના થઈ હતી. આ ચોરીની ઘટનામાં બે ગઠિયાઓે ડ્રોવરમાંથી નજર ચુકવી અને 103 ગ્રામ સોનું ચોરી લીધું હતું. જોકે, સુટ બૂટ પહેરીને આવેલો ગ્રાહક ચોર હશે એવી કલ્પના ઝવેરીને સ્વપ્નમાં પણ નહીં હોય પરંતુ આ ગઠિયાએ જે કરતબથી સોનું ચોર્યુ તેના પુરાવા સીસીટીવી વીડિયોમાં (Gold Theft CCTV Video) કેદ થયા છે.



આ પણ વાંચો :   અમદાવાદ : ગિઝર માટે ઘરની બહાર મૂકેલા ગેસ સિલિન્ડરની થઇ ચોરી, જોઇલો સીસીટીવી ફૂટેજ

સતલાસણા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. આ ઇસમોએ હિરેન જ્વેલર્સના ડ્રોવરમાંથી આંખના પલકારામાં 103 ગ્રામ સોનું જેમાં આવી 4,49,594 રૂ ની કિંમતની મત્તાની ચોરી કરી હતી. આ ચોરીની ઘટના ચોંકાવનારી છે સાથે સાથે ચિંતાનો વિષય પણ છે જેમાં ગ્રાહકોની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાના પગલે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : અમદાવાદ : પત્નીને બર્થડે પર દમણ લઈ ગયો DJ પતિ, 'જલસા' કરવા માટે ત્રાસ આપતા થયો પોલીસ કેસ

શનિવારે 51,200 રૂપિયાએ બંધ થઈ હતી સોનાની બજાર

અમદાવાદ સોનાનો ભાવ (Gold Price, 23 January 2021) - અમદાવાદ બુલિયન માર્કેટમાં શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,000 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.
First published:

Tags: Breaking News, CCTV Video, Gold price, Gujarati news, North gujarat News, ગોલ્ડ