Home /News /mehsana /મહેસાણાઃ બાઈક-ડમ્પર વચ્ચે Accident, બાઈક સવાર પતિ-પત્ની અને પુત્રનું દર્દનાક મોત

મહેસાણાઃ બાઈક-ડમ્પર વચ્ચે Accident, બાઈક સવાર પતિ-પત્ની અને પુત્રનું દર્દનાક મોત

અકસ્માતની તસવીર

Mehsanan crime news: બાઈક ઉપર સવાર અને મોતને ભેટેલા લોકો એક પરિવારના (family) સભ્યો હતા. જેઓ મૂળ દાહોજ જિલ્લાના (Dahod jilla) રહેવાશી હતા અને મહેસાણાના વાલમ ગામમાં (valam village) મજૂર કરતા હતા.

મહેસાણાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતની (Gujarat Accident case) ઘટનાઓ દરરોજ બનતી રહે છે અને આવી ઘટનાઓમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવો જ એક દર્દનાક અકસ્માત (Accident) મહેસાણાના જિલ્લામાં બન્યો હતો. અહીં ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત (Dumper bike accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. જેના પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. મળતી માહિતી પ્રમાણે બાઈક ઉપર સવાર અને મોતને ભેટેલા લોકો એક પરિવારના (family) સભ્યો હતા. જેઓ મૂળ દાહોજ જિલ્લાના (Dahod jilla) રહેવાશી હતા અને મહેસાણાના વાલમ ગામમાં (valam village) મજૂર કરતા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના વિસનગર-ઊંઝા હાઈવે ઉપર કાંસા ગામ નજીક આજે ગુરુવારે સાંજે એક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. ડમ્પર ચાલકે એક બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર ત્રણેય લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા.

અકસ્માતમાં ભોગ બનનાર દાહોદ જિલ્લાના ગુગસ ગામના રહેવાસી હોવાનુ અને મહેસાણાના વાલમ ગામે મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જે ત્રણ વ્યકિતના મોત નિપજ્યા છે તેમાં સવાભાઈ હકલાભાઈ પારઘી, તેના પત્ની લાલીબેન પારઘી અને પુત્ર રાજેશ પારઘીનો સમાવેશ થાય છે. ત્રણેય લોકો વિસનગરથી વાલમ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હોવાનું બહાર આવ્યું છે.

શ્રમજીવી પરિવારના એક સાથે ત્રણ લોકોના મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ ST બસના મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર વચ્ચે ઝપાઝપીનો video viral

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પણ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ખેરાલુના દૂધ શીત કેન્દ્ર આગળ પાલનપુરના દેલવાડાથી વેટમિક્ષ ભરીને વણાકરોી જઈ રહેલું ટ્રેલર પલટી જતાં સામેથી આવી રહેલા બાઈક ઉપર સવાર બે યુવાનો ટ્રેલરમાં ભરેલા વેટમિક્ષના ઢગલામાં દડાઈ જતાં બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. . જ્યારે ટ્રેનરની હડફેટ આવી જતાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે વડનગર રીફર કરાયા હતા. જેમાં એક યુવાને રસ્તામાં જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું છે.

પાલનપુરના આશિષ ટ્રાન્સપોર્ટમાં ટ્રેલ વેટમિક્ષ ભરીને રવિવારે સાંજે દેલવાડાથી વણાકબોરી જાવ નીકળ્યું હતું. અકસ્માત નજરે જોનારા દૂધ શીત કેન્દ્ર આગળ આવેલા સહયોગ પાર્કરના કર્મચારીઓએ જણાવ્યું કે, સામેની સાઇડે એક આઇ વા ઉભો હતો અને તેની નજીક વિસનગર તરફ જતા મુસાફરો ઉભાણ હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદના King બનવાના સપના જોતા માથાભારે રોહિત ઠાકોર ઝડપાયો, શું હતો પ્લાન?

ત્યારે પાલનપુર તરફથી આવી રહેલા ટ્રેલર ને બ્રેક નહીં લાગતાં ચાલકે અકસ્માત નિવારવા રંગ સાઇડે હંકારતા સામેથી આવતું બાઇક (જીજે 27 એ 6909) ટ્રેલર અને ચાલકની કેબિન વચ્ચે ફસાઇ જતાં ટ્રેલર ચાલક ગભરાઇ ગયો હતો અને પાછળનું વ્હીલ ડિવાઇડર ઉપર ચડી જતાં ટ્રેલર પલટી ખાઇ ગયું હતું.

આ પણ વાંચોઃ-Stranger Things! બાથરૂમની દીવાલમાંથી આવતો હતો અજીબોગરીબ અવાજ, ટાઈલ્સ કાઢીને જોયું તો માણસના હોશ ઉડી ગયા

આ દુર્ઘટનામાં બાઇક સવાર વિસનગરા કાંઠાના ગણેશપુરામાં રહેતા કપીલકુમાર ભીખાભાઇ પટેલ અને અમરતભાઇ અંબાલાલ પટેલ ટ્રેલરમાંથી વપરાયેલી વેટમિક્ષમાં દટાઇ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઢગલો ઉલેચાતો બંને યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
First published:

Tags: Accident News, Gujarati News News, Mehsana news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો