Home /News /mehsana /Bahuchar Mata Temple: બહુચરાજી માતાનું મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ

Bahuchar Mata Temple: બહુચરાજી માતાનું મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળશે, મંદિર ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ

બહુચર માતા મંદિર ટ્રસ્ટે સોલાર સિસ્ટમ મૂકાવી

મહેસાણાઃ જિલ્લાના બેચરાજીમાં આવેલું બહુચરાજી માતાનું મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઉઠશે. આ મંદિરમાં સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ચૂકવવામાંથી મુક્તિ તો મળશે જ, સાથે સાથે વીજળી વેચીને વધારાની આવક પણ મેળવી શકાશે.

મહેસાણાઃ જિલ્લાના બેચરાજીમાં આવેલું બહુચરાજી માતાનું મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઉઠશે. આ મંદિરમાં સોલાર પેનલ લગાવવાથી વીજળીનું બિલ ચૂકવવામાંથી મુક્તિ તો મળશે જ, સાથે સાથે વીજળી વેચીને વધારાની આવક પણ મેળવી શકાશે.

વીજળીની સમસ્યાથી બચવા પહેલ


હાલમાં વીજ ઉત્પાદનના ખર્ચા અને કોલસાની અછત વચ્ચે વીજળીનું સંકટ ઊભું થયું છે. ત્યારે કુદરતી ભેટ તરીકે સૌર ઊર્જાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવા સમયે મહેસાણા જિલ્લાના બેચરાજીમાં આવેલા બહુચરાજી માતા મંદિર ટ્રસ્ટ દ્વારા વીજળીની સમસ્યાથી બચવા માટે પહેલા કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે મંદિરની છત પર સોલાર રૂફ ટોપ લગાવીને સૌર ઊર્જાનું ઉત્પાદન શરૂ કર્યુ છથે. આ સાથે જ સામાજિક સંસ્થાઓ સહિત મંદિર માટે પણ આ પ્રેરણાદાયી પહેલ છે.

આ પણ વાંચોઃ બહુચર માતાની પ્રાગટ્ય ગાથા, જીવ બચાવવા પોતાના સ્તન...

મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ છે


મહેસાણા જિલ્લાનું મોઢેરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર થયું છે. જેનું તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. મોઢેરા ગામમાં આવેલા સૂર્ય મંદિરની સાથે સાથે સમગ્ર ગામમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને વીજળીની બચત કરી છે.

આ પણ વાંચોઃ બહુચરાજી હાઈવે પર કપાસના વેપારી સાથે 70 લાખની થઈ લૂંટ

105 કિલોગ્રામ વોટ ઉત્પન્ન કરવાની ક્ષમતા


બહુચરાજી મંદિરના અધિકારી પ્રકાશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ કે, મંદિર ટ્રસ્ટ તરફથી હાલના સમયમાં બહુચરાજી માતાનું મંદિર, વલ્લભ ભટ્ટ વાવ, યાત્રિક ભવન અને ભોજનાલયના ધાબાઓ પર 105 કિલોગ્રામ વોટ જેટલી ક્ષમતાની સોલર રૂફટોફ સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનાથી દરવર્ષે 5થી 7 લાખ જેટલા રૂપિયાની બચત થશે. આ સાથે જ બિનઉપયોગી વીજઉર્જાને વેચીને વધારાની આવક મેળવી શકાશે.
First published:

Tags: Bahucharaji, Mehsana news, Solar-system