મોઢેરા સૂર્યમંદિર મહેસાણા (Modhera Sun Temple Mehsana) જિલ્લાના મોઢેરા નામના ગામ માં પુષ્પાવતી નદી ના કિનારે આવેલું છે. મોઢેરા સૂર્યમંદિર એ ભારત ના ૩ પ્રાચીન સૂર્યમંદિરમાનું એક છે. આ મંદિરની (History of Modhera Sun Temple) બનાવટ ઈરાની શૈલી થી કરવામાં આવી છે. સોલંકી વંશ ના રાજા ભીમદેવ પહેલા દ્વારા ઇ.સ. 1026માં મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભીમદેવ પહેલા એ સૂર્યદેવતાના આ મંદિર નું નિર્માણ ૩ ભાગ માં કરાવ્યું હતું. ગર્ભગૃહ, સભામંડપ અને પવિત્ર કુંડ. ખીલજી વંશ ના શાસક અલાઉદિન ખીલજીએ તોડ ફોડ કરીને ખૂબ જ નુકશાન કર્યું હતું અને આ મંદિર ને ખંડિત કરી નાખ્યું હતું.
હાલમાં તે ભારતના પુરાતત્ત્વ વિભાગના રક્ષણ હેઠળ છે અને આ મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ છે. મોઢેરા સૂર્યમંદિરમાં ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજાય છે, જે ઉત્તરાધ મહોત્સવ તરીકે ઓળખાય છે.
મોઢેરા સૂર્યમંદિર ની ખાસિયત એ છે કે ૨૩ મી સપ્ટેમ્બર અને ૨૧ મી માર્ચ એ સૂ્ર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને પ્રવેશતાં જ ગર્ભગૃહ પ્રકાશમય બની જાય છે. કહેવાય છે કે વર્ષો અગાઉ સૂર્યનું પ્રથમ કિરણ સૂર્યદેવની મૂર્તિ પર પડતાં જ મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝગમગી ઉઠતું હતું.
જોકે અત્યારે મૂર્તિના અભાવે આ વિશેષ નજારો જોવા મળતો નથી. પરંતુ, હવે નજીકથી કર્કવૃત પસાર થવાના કારણે વર્ષમાં ૨૩મી સપ્ટેમ્બર અને ૨૧મી માર્ચના રોજ સૂર્યનું પ્રથમ કિરણ સીધું સભાખંડમાં થઈને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાં જ અદભૂત નજારો જોવા મળે છે.
આ ઐતિહાસિક નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતાં જોવા મળે છે. સૂર્યમંદિરના સૂર્વણ ઈતિહાસની જાણકારી પ્રવાસીઓને મળી રહે તે માટે મંદિર માં ગાઈડની સુવિધા વર્ષોથી ઉભી કરાયેલ છે.