ડમ્પીંગ સાઈટ પરથી ઘન કચરાના નિકાલની વ્યવસ્થા કરવામાં આવશે.
ડમ્પિંગ સાઇડ પર એકત્ર થયેલ ઘનકચરાના નિકાલ માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીએથી વહીવટી મંજૂરી મળી આ પહેલાં 15મા નાણાંપંચમાંથી 42 હજાર ટન કચરાના નિકાલ પાછળ રૂ.એક કરોડ ખર્ચાયા હતા.
Rinku Thakor, Mehsana: મહેસાણા શહેરનાં કચરાનો નિકાલ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. મહેસાણા નગરપાલિકાને ડમ્પિંગ સાઇડ પર વર્ષોથી એકત્ર થયેલા ઘનકચરાના નિકાલ માટે પ્રાદેશિક કમિશ્નર કચેરીએથી વહીવટી મંજૂરી મળી જતાં હવે ટેન્ડર માટે કવાયત હાથ ધરાવામાં આવી છે.
એકાદ વર્ષમાં મોટાભાગે ડમ્પિંગ સાઇડ પર એકત્ર થયેલા કચરાનો નિકાલ થઇ જશે.
જેમાં પ્રતિ ટન ઘનકચરાના નિકાલ માટે રૂ.260 અપસેટ કિંમત મુજબ ટેન્ડર કરવા પાલિકાઓને સૂચવાયું છે. હવે પાલિકા ટેન્ડર કરીને એજન્સી નક્કી કરશે. સંભવત: એકાદ વર્ષમાં મોટાભાગે ડમ્પિંગ સાઇડ પર એકત્ર થયેલા કચરાનો નિકાલ થઇ જશે.
રોજ નીકળતા 88 ટન કચરા નિકાલનું આગોતરું આયોજન
શહેરમાં રોજેરોજ 88 ટન ઘનકચરો ડમ્પિંગ સાઇડ પર ઠલવાય છે. ત્યારે રૂ.5.15 કરોડના ખર્ચે હાલ એકત્ર તમામ કચરાના નિકાલ પછી રોજ આવનાર 88 ટન કચરાનો રોજિંદો નિકાલ થાય તે માટે અલગથી પ્લાન નક્કી કરવા નગર પાલિકા એ એડવાન્સમાં આયોજન હાથ ધર્યું છે.