Home /News /mehsana /મહેસાણાઃ અકસ્માતનો live video, મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષમાં અચાનક ચાલક એક્ટીવા સાથે ભોંયરામાં ઘૂસી ગયો

મહેસાણાઃ અકસ્માતનો live video, મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષમાં અચાનક ચાલક એક્ટીવા સાથે ભોંયરામાં ઘૂસી ગયો

એક્ટિવાનો વાયરલ વીડિયો

Mehsana news: મહેસાણા શહેરમાં (mehsana) એક શોપિંગ કોમ્પ્લેક્ટ બહાર પાર્કિંગમાંથી અચાકન એક્ટીવા ચાલક એક્ટીવા (activa accident) સાથે કોમ્પ્લેક્શના ભોયરામાં ઘૂસી ગયો હતો.

કેતન પટેલ, મહેસાણાઃ ગુજરાતમાં વિવિધ જગ્યાએ રોજેરોજ અકસ્માતની (accident) ઘટનાઓ બનતી રહે છે. માર્ગ અકસ્માતોની ઘટનામાં (people died in road accident) અનેક લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. અકસ્માતોની ઘટનાઓ સીસીટીવીમાં કેદ (accident cctv) થતાં વાયરલ પણ થતી હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ થઈ રહ્યો છે. મહેસાણા શહેરમાં (mehsana) એક શોપિંગ કોમ્પ્લેક્ટ બહાર પાર્કિંગમાંથી અચાકન એક્ટીવા ચાલક એક્ટીવા સાથે કોમ્પ્લેક્શના ભોયરામાં ઘૂસી ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતમાં એક્ટીવા ચાલકને (activa accident cctv video viral) ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટના અંગે વાત કરીએ તો મહેસાણામાં સવારના સમયમાં મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષ આગળ એક એક્ટીવા ચાલક આવ્યો હતો. એક્ટીવાને પાર્કિંગમાં મૂકતા સમયે અચાન એક્ટીવાને એક્સીલેટર આપતા એક્ટીવા બેકાબૂ બનીને કોમ્પલેક્ષમાં આવેલા ભોંયલામાં ઘૂસી ગયું હતું.

એક્ટીવા સાથે ચાલક પણ ભૂંયરામાં આવેલી દૂકાનમાં ધડાકાભેર ઘૂસ્યો હતો. જેના પગલે દુકાનના કાચ સાથે પાટેશન પણ તૂટી ગયા હતા. અને એક્ટીવા ચાલકને ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! મામી-ભાણીની હત્યા, બંને અર્ધનગ્ન હાલતમાં મળ્યા, બંનેના કપડા હતા અસ્ત-વ્યસ્ત

સીટીટીવી વીડિયોમાં દેખાય છે કે એટ પટ્ટાવાળું ટીશર્ટ પહેરીને એક્ટીવા ચાલક કોમ્પલેક્ષમાં આવે છે. અહીં પાર્કિંગમાં જગ્યા ન હોવાથી પોતાનું એક્ટીવા પાર્ક કરવા માટે પહેલાથી પાર્ક કરેલું સફદ રંગનું એક્ટીવા હટાવે છે છે.



ત્યારે બાદ પોતાનું એક્ટીવા ચાલુ કરીને ખાલી જગ્યામાં પાર્ક કરવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ વીડિયોમાં દેખાય છે એમ સફદ એક્ટીવા નડે છે જેથી એક્ટીવા ચાલક પોતાના ચાલુ એક્ટીવાએ સફદ એક્ટીવાને હટાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉંધા હાથે એક્સીલેટર પકડ્યું હતું.

આ પણ વાંચોઃ-સુરતઃ હૃદયદ્વાવક ઘટના! ચાલુ બાઈકે બેગ નીચે પડી, બેગ લેવા જતા પત્નીનું કારની અરફેટથી મોત, દંપતી ખંડીત

ઉંધા હાથે એક્સીલેટર પકડાતા રેસ અપાયો હતો અને એક્ટીવાર અચાન સ્પીડમાં દાડ્યું હતું અને એક્ટીવા ચાલક સાથે ભોયરામાં ઘૂસી ગયું હતું. આમ ચાલક સાથે એક્ટીવા ભોયરામાં ઘૂસતા નજીક બેઠેલા લોકો દોડી આવ્યા હતા. અને એક્ટીવા ચાલકને બચાવ્યો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢઃ કેશોદમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, સુસાઈડ નોટ વાંચીને આંખમાંથી આવી જશે આસું

જોકે, ચાલકને ઈજાઓ પહોંચાતા સારવાર માટે ખસેડ્યો હતો. અને એક્ટીવા ઘૂસવાથી નીચે આવેલી દુકાનો કાચ અને પાર્ટીશન પણ તૂટી ગયું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન્હોતી. અકસ્માતનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થઈ રહ્યો છે.
First published: