રાધનપુર રોડ થી મોઢેરા રોડ પર જવા માટે નાં એક સરળ રસ્તા નું નિર્માણ થયું.
શહેરના રાધનપુર રોડ (Radhanpur Road) પર આવેલ પાંજરાપોળ પાસે એક ગંદુ નાળુ હતું જ્યાંથી લોકોને આવવા જવામાં મુશ્કેલી(Trouble)નો સામનો કરવો પડતો હતો અને અત્યારેએ ગંદાનાળા ઉપર 62 કરોડના ખર્ચે નવિન રોડ (New road) બનાવવામાં આવ્યો છે.
મહેસાણા: શહેરના રાધનપુર રોડ (Radhanpur Road) પર આવેલ પાંજરાપોળ પાસે એક ગંદુ નાળુ હતું જ્યાંથી લોકોને આવવા જવામાં મુશ્કેલી(Trouble)નો સામનો કરવો પડતો હતો અને અત્યારેએ ગંદાનાળા ઉપર 62 કરોડના ખર્ચે નવિન રોડ (New road) બનાવવામાં આવ્યો છે. આ નાળાને કારણે અગાઉ રહેવાસીઓ સહિત રાહદારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જેને લઇ ગંદાનાળા પર રોડ બનાવવાનો પ્રોજેક્ટ (Road construction project on sewers) શરૂ કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં સૌપ્રથમવાર આ પ્રકારનો ગટર ઉપર રોડ બનાવવાનો પ્રોજેક્ટ મહેસાણામાં સફળ નિવડ્યો છે. રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. એવું પણ કહી શકાય કે, શહેરીજનોને અવર-જવર માટે એક નવો જ દ્વાર મળ્યો એક સરળ રસ્તાનું નિર્માણ થયું. ગટર ઉપર બનાવવામાં આવેલા આ રોડની લંબાઇ 2.5 કીલોમીટર છે. આ રોડને કારણે લોકોને રાધનપુર રોડથી મોઢેરા રોડ પર જવામાં સરળતાં રહેશે.
મહેસાણાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel)ના હસ્તે આ રોડનું લોકાપર્ણ થયું હતું. આ રોડનું લોકાપર્ણ 12 સપ્ટેમ્બર સાંજે થયું હતું. આ રોડ 62 કરોડના ખર્ચે તૈયાર થયેલો છે. રાજ્યમાં સૌપ્રથમવાર ગટર પર 62 કરોડના ખર્ચે 2.5 કીલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો છે. રાધનપુર રોડથી મોઢેરા રોડ પર જવા માટે જે રોડ તૈયાર કરવામાં આવ્યો છે.
આ રોડનું નામ કમળપથ રાખવામાં આવ્યું છે. આ તરફ રાજ્યમાં પહેલો એવો માર્ગ હશે જેનું નામ કમળપથ આપવામાં આવ્યું હોય. જોકે આ કમળપથ રોડ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવી ચુક્યો છે. આ રસ્તા પર ટ્રાફિક ની કોઈ સમસ્યા નથી. ટ્રાફિકની કોઈ સમસ્યાના રહેવાથી કમળપથ રોડ બનતાં હવે શહેરીજનો રાધનપુર રોડ પરથી મોઢેરા રોડ પર ખૂબ જ ઝડપથી જઇ શકે છે.