Home /News /mehsana /Mehsana: આ ખેડૂત ચીકુની બાગાયતી ખેતી કરી આટલી આવક મેળવે, જુઓ Video

Mehsana: આ ખેડૂત ચીકુની બાગાયતી ખેતી કરી આટલી આવક મેળવે, જુઓ Video

X
દેણપ

દેણપ ગામના ખેડૂત કાનજી ભાઈ 20 વર્ષથી પ્રાકૃતિક રીતે ચીકુની ખેતી કરે છે.

મહેસાણા જિલ્લાના દેણપ ગામના ખેડૂત કાનજીભાઇ પટેલ ચીકુની બાગાયતી ખેતી કરી વર્ષે સારો નફો મેળવી રહ્યા છે. તેઓ પોતાના ખેતરમાં 20થી 25 ચીકુના ઝાડ વાવ્યા છે જેમાંથી તેઓ મબલખ ઉત્પાદન મેળવે છે. હાલ ચીકુના ભાવ 30થી 40 રૂપિયા છે.

Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લામાં હવે બાગાયત પાકોનું પ્રમાણ વધ્યું છે અને તેનાથી ખેડૂતો હવે રોકડીયો નફો મેળવે છે. આવી જ રીતે મહેસાણા જિલ્લાના દેણપ ગામના ખેડૂત કાનજીભાઇ પટેલ છેલ્લા 20 વર્ષથી પ્રાકૃતિક રીતે ચીકુની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે .

ચીકુની બાગાયતી ખેતી

પટેલ કાનજીભાઈ પોતાની 3 વીઘાની જમીનમાં ચીકુની બાગાયતી ખેતી કરે છે. ચીકુની સીઝન શરૂ થઈ ગઈ હોવાથી તેઓ ચીકુથી ઉત્પાદન મેળવી રહ્યા છે.



તેમના ખેતરમાં 20 થી 25 ચિકુડી છે જેમાંથી તેઓ ચીકુનું ઉત્પાદન મેળવે છે . આ ઉપરાંત તેઓનાં ખેતરમાં તેમણે 20 દશેરી અને કેસર કેરીનાં આંબા પણ વાવ્યા છે.



 40 થી 50 કિલો ચીકુનું ઉત્પાદન

કાનજીભાઈ જણાવે છે કે તેઓ પ્રાકૃતિક રીતે પોતાની બાગાયતી ખેતી કરે છે અને આ કારણસર તેમની એક ચીકુ નો છોડ અંદાજે 40 થી 50 કિલો ચીકુનું ઉત્પાદન આપે છે જેના થકી તેઓ સારો નફો મેળવી રહ્યા છે.



હાલ ચીકુની સીઝન ચાલતી હોવાથી છૂટક રીતે ગામમાં જ ચીકુ વેચી કમાણી કરી રહ્યા છે. હાલ ચીકુના કિલોના 30થી 40 રૂપિયા કિલોમા વેચાય છે. સીઝનમાં તેઓ અંદાજીત 20 હજાર જેટલો નફો મેળવે છે.
First published:

Tags: Chiku, Farmer in Gujarat, Local 18, Mehsana news