Home /News /mehsana /Mehsana: આ ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે ટેટીની ખેતી, 1 વિધામાં આટલા ટનનું ઉત્પાદન મેળવે

Mehsana: આ ખેડૂત પ્રાકૃતિક પદ્ધતિથી કરે છે ટેટીની ખેતી, 1 વિધામાં આટલા ટનનું ઉત્પાદન મેળવે

X
ખેડૂત

ખેડૂત મેહમુદભાઈ 7 વર્ષથી પોતાની માલિકીની 14 એકર જમીનમાં કરે છે પ્રાકૃતિક ખેતી

ખેડૂત મેહમુદભાઈ 7 એકર જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ટેટીની ખેતી કરે છે. તેઓએ આ વર્ષે 1 વીઘા ખેતીમાંથી 6 ટન ટેટીનું ઉત્પાદન મેળવ્યું છે. તેઓ મુખ્યત્વે શાકભાજી અને ફ્રુટનું વાવેતર કરે છે અને તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે.

Rinku Thakor, Mehsana: આધુનિક ખેતી ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરી સારી એવી કમાણી રહ્યા છે. ત્યારે મહેસાણામાં પણ હવે ખેતી કરતા ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતી તરફ વળ્યા છે. ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે અને પ્રગતિશીલ બની ને તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના લ્હોર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતીથી ટેટીનું વાવેતર કરી સારી આવક મેળવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના પાસે આવેલા કડી તાલુકા ના લ્હોર ગામ માં રહેતાં ખેડૂત સિપાઈ મેહમુદભાઈ 7 વર્ષથી પોતાની માલિકીની 14 એકર જમીનમાં પ્રાકૃતિક રીતે ખેતી કરે છે.



તેઓ 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો છે ને તેમને ખેતીમાં જ રસ હોવાથી ખેતી સ્વ ઈચ્છા એ સ્વીકારી હતી ,અને આ ખેતી માં તેઓ મુખ્યત્વે શાકભાજી અને ફ્રુટનું વાવેતર કરે છે અને તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે .



7 એકરમાં હાલ કર્યું છે ટેટીનું વાવેતર

મહેમુદ ભાઈ આ વર્ષે પણ દર વર્ષની જેમ ટેટીનું વાવેતર કર્યું છે જેમાં તેમને પ્રાકૃતિક રીતે 7 એકર જમીનમાં ટેટીનું વાવેતર કર્યું છે. જેમાં તેઓ ડ્રિપ સિસ્ટમ દ્રારા પિયત આપે છે .



જેમાં હાલ સવા વિઘામાં ફ્રુટિંગ શરુ થઇ ગયું છે જેમાંથી તેઓ એ અત્યાર સુધીમાં તેમને 92,000 રૂપિયાનું ઉત્પાદન મેળવી લીધું છે અને 70,000 રૂપિયાનો ટેટીનો માલ હાલ તૈયાર થાય છે .



એટલે એક વીઘા માંથી તેમને 6 ટનનું ઉત્પાદન મેળવ્યું. તેઓ ટેટીનું રિટેલ માં વેચાણ કરે છે. હાલ તેઓ ની ટેટી હાલ 30 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.
First published:

Tags: Local 18, Mahesana, Organic farming

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો