ખેરાલુ તાલુકાના એક ખેડૂતે પ્રાકૃત્તિક રીતે ઓટ્સ ખેતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનાં દેદાસન ગામના ખેડૂત નટવરસિંહ પરમાર ગાય આધારિત ખેતી કરે છે. ગાય આધારિત ખેતીના કારણે ખર્ચ થતો નથી. તેમજ પ્રથમ વખત ઓટ્સની ખેતી કરી છે. બે વીઘામાં ઓટ્સની ખેતી કરી છે.
Rinku Thakor, Mehsana: ખેરાલુ તાલુકા દેદાસન ગામના ખેડૂત નટવરસિંહ પરમાર 10 વર્ષથી પ્રાકૃતિક રીતે ખેતી કરે છે. જેમાં ઘઉં, રાયડો, શાકભાજીનું વાવેતર કરે છે. નટવરસિંહ પરમાર પાસે 12 વીઘા જમીન છે. જેમાં થી 5 વીઘામાં તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં રાયડો, ઘઉં,અને જવ (ઓટ્સ)ની ખેતી કરેલી છે
કરે છે ઓટ્સની ખેતી
ઓટ્સ એ એક ધાન્ય પાક છે, જે પચવામાં હલકો ખોરાક છે અને કેન્સરનાં લોકો માટે તે ફાયદા કારક છે. જે દેખાવમાં લગભગ ઘઉંનાં પાક જેવો જ લાગે છે અને 2 વીઘામાં તેમને પહેલી વાર આ ઓટ્સનું વાવેતર કર્યું છે.
10 વર્ષ થી કરે છે પ્રાકૃતિક ખેતી
નટવરસિંહ છેલ્લા 10 વર્ષ થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. પ્રાકૃતિક ખેતીનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, ગાય આધારિત ખેતીથી ખર્ચ આવતો નથી અને એક ગાય થકી હું આખા ખેતરમાં ખેતી કરું છું અને સારું વળતર મેળવી રહે છે. કારણ કે એમાં ખાસ ખર્ચ હોતો નથી.
વિવિધ સેમિનારમાં હાજર રહે છે
નટવરસિંહ 10 ધોરણ પાસ છે. નોકરી પછી ખેતી સ્વીકાર કર્યો અને થોડા વર્ષો પહેલા એ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળી હતી. શિબિરમાં જવા લાગ્યા. બાદ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી હતી. હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. હવે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા સમજ આપે છે.