Home /News /mehsana /Mehsana: ફળ-ફૂલ નહીં પરંતુ અહીંયા થાય છે લાકડાની ખેતી, ખેડૂતને થઈ રહી છે લાખોની કમાણી

Mehsana: ફળ-ફૂલ નહીં પરંતુ અહીંયા થાય છે લાકડાની ખેતી, ખેડૂતને થઈ રહી છે લાખોની કમાણી

X
ખેડૂત

ખેડૂત ડાયાભાઇ પટેલે મલબારી લીમડાનું 3 વિઘામાં 300 ઝાડનું  વાવેતર કર્યું છે

મહેસાણાનાં વિસનગર તાલુકાના હસનપુર તાલુકાના ખેડૂત ડાયાભાઇ પટેલ મલબારી લીંમડાની ખેતી કરી રહ્યા છે. આ લાકડું અંદાજે 6000 રૂપિયા ટનના ભાવે વેચાય છે. આ લાકડાંને પરિપક્વ થતાં 6 વર્ષ લાગી જાય છે અને આ ઝાડને ખાતરની પણ જરૂર પડતી નથી .

Rinku Thakor, Mehsana: રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક પદ્ધતિથી થતી ખેતી કરવા તરફ વળ્યા છે. મહેસાણા જિલ્લામાં રહેતા ડાયાભાઈ પટેલે મલબારી લીમડાનું વાવેતર કર્યુ છે. આ લાકડાની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો હવે ઓર્ગેનિક ઢબે ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે.

લાખોમાં કમાણી કરી રહ્યા છે

મહેસાણાનાં વિસનગર તાલુકાના હસનપુર તાલુકાના ખેડૂત ડાયાભાઇ પટેલની ઉંમર 61 વર્ષની છે તેઓ એ b.com સુધીનો અભ્યાસ કરેલો છે અને અભ્યાસ બાદ પિતાની ખેતી હોવાથી ખેતી કરવા માટે લાગી ગયા હતા તેઓ પોતાની માલિકીની 1.5 એકર જમીનમાં પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરે છે.



મલબારી લીમડાનું વાવેતર

મલબારી લીમડા થોડાક અલગ જાતના ઝાડ હોય છે તેનું લાકડું પ્રમાણમાં પોચું હોય છે જે બાંધકામની જગ્યાએ કામ આવે છે અને બાંધકામની કંપનીમાં તેની ભારે માંગ હોય છે.



આ લાકડું અંદાજે 6000 રૂપિયા ટનના ભાવે વેચાય છે. આ લાકડાંને પરિપક્વ થતાં 6 વર્ષ લાગી જાય છે અને આ ઝાડને ખાતરની પણ જરૂર પડતી નથી .



ખેડૂત ડાયાભાઇ પટેલ મલબારી લીમડાની 3 વિઘામાં 300 ઝાડનું વાવેતર કર્યું છે. ડાયાભાઈ ચાર વર્ષ પહેલા 15 રૂપિયામાં એક રોપા લાવ્યા હતા જે આજે વટવૃક્ષ બની ગયા છે.



લીમડાની વચ્ચે કરે છે મિશ્ર ખેતી

3 વીઘાની અંદર તેઓ મિશ્ર ખેતી કરે છે જેમાં તેઓ વચ્ચે સિઝનમાં અનુકૂળ પાક લે છે અને સારૂ ઉત્પાદન મેળવી સારી કમાણી કરે છે.
First published:

Tags: Farmer in Gujarat, Local 18, Mehsana news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો