Home /News /mehsana /Mehsana: દૂધમાં એક ટીપુ પાણી ન ભેળવી શકાય તેવી હાઇટેક સિસ્ટમ બનાવી, રોજ આટલા લીટર દૂધનું કરે વિતરણ, જૂઓ Video

Mehsana: દૂધમાં એક ટીપુ પાણી ન ભેળવી શકાય તેવી હાઇટેક સિસ્ટમ બનાવી, રોજ આટલા લીટર દૂધનું કરે વિતરણ, જૂઓ Video

X
ખેડૂતે

ખેડૂતે દૂધ વિતરણ માટે બનાવ્યું હાઈટેક મશિન.

મહેસાણાનો પરિવાર ડેરી ફાર્મીગનાં માધ્યમથી કમાણી કરી રહ્યો છે. ભેંસ અને ગાય તેમની પાસે છે. રોજનું 200 લીટર દૂધનું વેચાણ કરે છે. તેમજ દૂધ વિતરણ માટે હાઇટેક સિસ્ટમ વિકસાવી છે. તેમજ જૈવિક ખાતર બનાવી તેનું પણ વેંચાણ કરે છે.

Rinku Thakor , Mehsana: કોરોના કાળ દરમિયાન અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી અને બેરોજગાર થયા હતાં. ત્યારે મહેસાણાના એક યુવકે વર્ષ 2020 માં 2 ભેંસથી પોતાનું ડેરી ફાર્મિંગ શરૂ કરી આજે સારી એવી આવક મેળવી રહ્યા છે. અત્યારે હાલ અતિનભાઈ પટેલ અને તેમના ઘરના સભ્યો દ્વારા જકુબા ડેરી ફાર્મ ચાલુ કરાઇ છે. તબેલામાં હાલ 32 ભેંસ અને બે ગાય છે અને 12 લોકો ત્યાં કામ કરે છેઅને તેઓ રોજનું 200 લીટર દૂધ મહેસાણાના અલગ-અલગ ભાગોમાં વેચે છે અને હાલમાં પોતાની એન્જિનિયરની જોબ અને ડેરી બન્ને એક સાથે સાચવે છે.
દૂઘ વિતરણ માટે પણ હાઈટેક સિસ્ટમ
અતિન ભાઈ અને તેમના ઘરના સભ્યો દ્વારા એકદમ અલગ જ કોન્સેપ્ટ શરૂ કર્યું છે. જે ઉત્તર ગુજરાતમાં પ્રથમ પ્રયોગ છે . જેમાં દૂધના વિતરણ માટે એટીએમ જેવું મશીન તૈયાર કરવામાં આવ્યું છે.



જે સિમ્પલ ડેરી ફાર્મ નામની એપ્લિકેશન દ્વારા સંચાલિત છે અને એ એપ એક્સેસ ગ્રાહક જોડે પણ હોય છે .



જેમાં દરેક ગ્રાહકને કાર્ડ આપવામાં આવે છે. જેમાં નિર્ધારિત લિટર દૂધની માહિતી એમાં ફિલ્ડ હોય છે અને તેના દ્વારા એમના રોજના ભાગનું નિર્ધારિત દૂધ એમને મળી રહે છે. જેથી દૂધમાં કોઈપણ જાતની ભેળસેળ થતી નથી.



અને લાવવા લઈ જનાર પણ એ દૂધ સાથે કોઈપણ ચેડા કરી શકતા નથી.સાથે સાથે દૂધ લઈ જનારી રીક્ષા પણ ઈલેક્ટ્રીક છે. જેથી પેટ્રોલની પણ જરૂર પડતી નથી.



જૈવિક ખાતર બનાવી વેંચાણ કરે છે

ગાય અને ભેંસના છાણ-મૂત્રને પણ તેઓ વેસ્ટ કરતા નથી. તેઓ પોતાનો એક ગોબરગેસ પ્લાન્ટ ઉભો કર્યો છે. જે પ્લાન્ટ એમને 2 વર્ષ પહેલાં રૂ. 3 લાખમાં ખરીદ્યો હતો અને જેમાંથી એ જૈવિક ખાતર બનાવી વેચે છે. જેમાં મોટા કણ વાળું ખાતર એ રૂ. 6 પ્રતિ કિલોગ્રામ જે 40 kg ની કોથળીમાં વેચે છે અને તને ખરીદવા વાળા મોટાભાગના ખેડૂતો જ હોય છે.



અને એને ખરીદવા માટે તમે હિતેન્દ્રભાઈ પટેલ નો 96871 33633 સંપર્ક કરી શકો છો અથવા એમના ફાર્મની મુલાકાત પણ લઇ શકો છો. જે મહેસાણાના ફતેપુરા માં આવે લો છે. આ ખાતરનો વપરાશ પોતાના ખેતરોમાં પણ કરે છે.
First published:

Tags: Animal husbandry, Buisness, Local 18, Mehsana news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો