Home /News /mehsana /Mehsana: જોટાણાના ખેડૂત દેશી મરચાની ખેતી કરી મેળવે છે બમણી આવક, જુઓ Video

Mehsana: જોટાણાના ખેડૂત દેશી મરચાની ખેતી કરી મેળવે છે બમણી આવક, જુઓ Video

X
ભીખાભાઈએ

ભીખાભાઈએ આ વખતે 10 વીઘા જમીનમાં મરચાની ખેતી કરી છે.

જોટાણા તાલુકાના ખેડૂત ભીખાભાઈ છેલ્લા 45 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હાલ સ્પેશિય જોટાણાના મરચાની ખેતી કરી દર વર્ષે ડબલ આવક મેળવી રહ્યા છે. ચાલુ વર્ષે 10 વીઘા માંથી 1500 મણનું ઉત્પાદન મેળવીને 1.5 થી 2 લાખની આવક મેળવી છે.

વધુ જુઓ ...
Rinku Thakor, Mehsana: મહેસાણા જિલ્લામાં જોટાણા તાલુકાના ખેડૂત ભીખાભાઈ પટેલ છેલ્લા 35-40 વર્ષોથી ખેતી કરે છે. તેઓ મુખ્યત્વે મોટા પ્રમાણમાં મરચાની ખેતી કરે છે. તેઓ પોતાની 20 વીઘા જમીનમાં મરચાં અને દિવેલાની ખેતી કરી સારો નફો મેળવે છે.

છેલ્લા 40 વર્ષથી કરે છે મરચાની ખેતી

જોટાણા તાલુકાના ખેડૂત ભીખાભાઈ પટેલ 56 વર્ષનાં છે અને 40 વર્ષ થી ખેતી કરે છે તેઓએ 4 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે , અને ખૂબ નાની ઉંમર થી જ ખેતીમાં જોડાયલા છે.



તેઓ પોતાના ખેતરમાં ખાસ કરીને સ્પેશિયલ વેરાયટીના જોટાણાના મરચાની ખેતી કરે છે. જોટાણા ગામમાં લગભગ 100 વર્ષોથી મરચાની ખેતી ખેડૂતો કરે છે.



આ મરચાની ખાસ વાત એ છે કે મરચું ખાવાથી પેટમાં એસિડિટી કે બળતરા થતા નથી.



જોટાણા ગામની જમીન ખાસ કરીને દેશી મરચા માટે અનુકૂળ માનવામાં આવે છે. જેથી મોટાભાગના ખેડૂતો મરચાની ખેતી કરી સારી ઉપજ મેળવે છે અને આવક મેળવે છે.



આ વર્ષે મેળવ્યું 1500 મણ દેશી લાલ મરચા નું ઉત્પાદન

ખેડૂત ભીખાભાઈએ આ વખતે 10 વીઘા જમીનમાં મરચાની ખેતી કરી છે ,અને ગયા વર્ષે 5 વીઘામાં દેશી મરચાનું વાવેતર કરીને 900 મણનું ઉત્પાદન કર્યું હતું. ત્યારે ચાલુ ર્ષે 10 વીઘા માંથી 1500 મણનું ઉત્પાદન મેળવીને 1.5 થી 2 લાખની આવક મેળવી છે.
First published:

Tags: Chilli, Farmer in Gujarat, Local 18, Mahesana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો