Home /News /mehsana /Chaitra Navratri 2023: આ માઈ ભક્ત નવરાત્રીમાં કરે છે મા ની અનોખી સાધના, 8 દિવસ ખાડામાં રહીને કરે છે તપસ્યા

Chaitra Navratri 2023: આ માઈ ભક્ત નવરાત્રીમાં કરે છે મા ની અનોખી સાધના, 8 દિવસ ખાડામાં રહીને કરે છે તપસ્યા

X
ચૈત્રી

ચૈત્રી નવરાત્રિમાં માઇ ભક્તની આઠ દિવસનાં નકોરડા ઉપવાસ સાથે સમાધિ લીધી,

મહેસાણા જિલ્લામાં આવેલા ઉચરપી ગામે 52 વર્ષના સધી માતાજી મંદિરના ભક્ત ભગવાન ભાઈ ચૌધરી 8 દિવસ માટે સમાધી લઈ લીધી છે. તેઓ 8 દિવસ સમાધિમાં રહીને માતાજીની સાધના કરશે.

Rinku Thakor, mehsana: ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે.  ત્યારે હાલમાં અનેક ભક્તો ધાર્મિક રીતે દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતા હોય છે.ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ઉચરપી ગામે 52 વર્ષના સધી માતાજી મંદિરના ભક્ત ભગવાન ભાઈ ચૌધરી 8 દિવસ માટે સમાધિ લઈ માતાજીની 8 દિવસ સાધનના કરશે. આ વાત મહેસાણા પંથકમાં વાયુવેગે ફેલાતા ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે.

જમીનમાં 8 દિવસ રહી માતાજીનું સ્મરણ કરશે

મહેસાણા જિલ્લામાં આવેલા ઉચરપી ગામે ચૈત્રી પૂનમના પ્રથમ દિવસે ગામમાં રહેતા એક ભક્ત દ્વારા સધી માતાના મંદિર પાસે ખાડો ખોદી તેમાં સમાધિ લઇ માતાજીની આરાધના કરી રહ્યા છે.આસપાસના વિસ્તારોમાં આ વાત વાયુવેગે ફેલાતા દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવી રહ્યા છે.



52 વર્ષીય ભક્ત ભગવાનભાઈ અગાઉ 3 વાર સમાધિ લઇ ચુક્યા

મહેસાણા શહેરને અડીને આવેલા ઉચરપી ગામે રહેતા 52 વર્ષીય ભગવાન ભાઈ ચૌધરી પોતે વિકલાંગ હોવાથી છેલ્લા 25 વર્ષથી પોતાના મહોલ્લા માં આવેલા સધી માતાજીના મંદિરમાં પૂજા અર્ચના કરે છે.



તેમજ પોતાના માતા અને ભાઈના ઘરે રહી પોતાનું જીવન ગુજારે છે. 52 વર્ષીય ભગવાન ભાઈ અગાઉ 2004 થી 2006 સુધી ચૈત્ર મહિનામાં 8 દિવસ માટે જમીનમાં સમાધિ લઇ માતાજી નું સ્મરણ કર્યું હતું.



ત્યારે ફરી 2023માં માતાજીની આરાધના કરવા માટે ભુવાજી ફરી એકવાર જમીનમાં સમાધી લીધી છે.



દર્શન કરવા આવતા ભક્તો માટે એક બાકોરું પાડવામાં આવ્યું જેમાં પૂછપરછ કરી શકે

ગ્રામ લોકોના જણાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે ભુવાજી એ સમાધિ લીધા બાદ જેમ જેમ સમાચાર આસપાસના ગામોમાં વહેતા થયા એમ એમ લોકો દર્શન કરવા આવી રહ્યા છે. પાટણ, બનાસકાંઠામાં રહેતા સ્નેહીઓ પણ દર્શન કરવા આવી રહ્યા છે. ત્યારે સમાધીમાં એક બાકોરું પાડવામાં આવ્યું.જેમાં સવારે 8 અને સાંજે 8 કલાકે  ભક્તો પોતાની સમસ્યા ભુવાજી ને કહેવું હોય તો આ બકોરા મારફતે તેઓ સવાલ જવાબ કરી શકે. આમ મહેસાણા જિલ્લાના ઉચરપી ગામે ચૈત્ર માસ દરમિયાન એક ભક્તની અનોખી આસ્થા સામે આવી છે.
First published:

Tags: Chaitra navratri, Devotee, Hindu Temple, Mahesana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો