ફાયર પાણીપુરી, ચોકલેટ પાણીપુરી પ્રખ્યાત છે. તેમજ 79 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી
મહેસાણાનાં યુવાને પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે. છેલ્લા બે વર્ષથી પાણીપુરી વેચે છે. અહીં મળતી ફાયર પાણીપુરી, ચોકલેટ પાણીપુરી પ્રખ્યાત છે. આ સ્ટોલ પર માત્ર 79 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી મળે છે.
Rinku Thakor, Mehsana: પાણીપુરી ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી વધારે લોકપ્રિય છે. એમાંય ગુજરાતનાં લોકોનો પાણીપુરી પ્રત્યે પ્રેમ અલગ જ છે. ત્યારે મહેસાણાના 21 વર્ષના નીલેશભાઇએ જાતે પગભર બનવા તેમજ લોકોને કઈક કરી બતાવવા 2 વર્ષ અગાઉ સ્ટાર્અપ શરૂ કર્યો હતો. લોકો શરુઆતમાં તેઓએ શરૂ કરેલા બિઝનેસને લઈ તેઓ પર ટીપ્પણી કરતા હતાં. પરંતુ હાલ નીલેશભાઈ મહેસાણામાં ખુબજ નામના મેળવી રહ્યા છે.તેઓની પાણીપુરી ખાવા લોકો દૂર દૂરથી આવે છે. સ્ટોનની ખાસ વાત એ છે કે અહીં તેઓ માત્ર 79 રૂપિયામાં લોકોને અનલિમિટેડ પાણીપુરી આપે છે.એ પણ અલગ અલગ ફ્લેવરની.
સ્ટોલ પર શું મળે? અને પ્લેટના કેટલા રૂપિયા?
પહેલા નિલેશભાઈ અમદાવાદમાં ફૂડનાં ધંધા સાથે જ સંકળાયેલા હતાં. પછી મહેસાણામાં આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું. તેઓ હાલ સેવપુરી, દહીંપુરી ,પાણીપુરી અને ભેળ વેચે છે.
એમના ઘરના બધા સભ્યો સાથે મળીને આ કામ કરે છે.તેઓ બપોરના ત્રણથી સાંજે 8.30 વાગ્યા સુધી ઊભા રહીને પાણીપુરી વેચે છે.
મહેસાણામાં પ્રથમ ફાયર પાણીપુરી અને ચોકલેટ પાણીપુરીનું ફ્લેવર બહાર પાડયું હતું, આ ઉપરાંત તેઓ સેવપુરી, દહીંપુરી, ચટણીપૂરીની રૂપિયા 79માં અનલિમિટેડ ઓફર પણ ચલાવે છે.
એક પ્લેટ પાણીપુરી ફકત રૂપિયા 20માં વેચે છે. તેઓ રાધનપુર રોડ ઉપર ચૂડેલ માતાજીના મંદિરે ઉભા રહે છે.
2 વર્ષથી એક જ ટેસ્ટ અને ક્વોલીટીના કારણે લોકો દૂર દૂર થી આવે છે
નિલેશભાઇએ જણાવ્યું હતું કે, જયારે તમે તમારી મરજીનું કામ કરો ત્યારે તકલીફ તો પડે જ.
પરંતુ મારા જોડે મારા બધા ઘરના સભ્યોનો સાથ છે અને હું મારા ગ્રાહકોને સારી ક્વોલિટી અને ટેસ્ટ આપુ છું. જેથી લોકો ફરીને મારા સ્ટોલ પર આવે છે.