Home /News /mehsana /મહેસાણા: 9 દિવસથી ગુમ વિદ્યાર્થીનો 9 દિવસ બાદ સ્કૂલમાંથી જ મળ્યો મૃતદેહ

મહેસાણા: 9 દિવસથી ગુમ વિદ્યાર્થીનો 9 દિવસ બાદ સ્કૂલમાંથી જ મળ્યો મૃતદેહ

લ્લા 9 દિવસથી હિરેન બાબુજી ઠાકોર નામનો બાળક ગુમ હતો. ત્યારે અચાનક જ 9 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી

લ્લા 9 દિવસથી હિરેન બાબુજી ઠાકોર નામનો બાળક ગુમ હતો. ત્યારે અચાનક જ 9 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી

    મહેસાણા: સતલાસણા તાલુકામાં ચીકણા ગામે 9 વર્ષીય બાળકનું અપહરણ થયા બાદ ગામની જ શાળામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચીકણા ગામે છેલ્લા 9 દિવસથી હિરેન બાબુજી ઠાકોર નામનો બાળક ગુમ હતો. ત્યારે અચાનક જ 9 વર્ષના માસૂમ બાળકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ ગતી. બાળકનો મૃતહેદ ગામની જ શાળાના મેદાનમાં દાટેલી હાલતમા મળી આવ્યો જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનો માહોલ છવાય ગયો છે.

    જોકે બાળક ગુમ થયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન હિરેન ઠાકોરની ભાળ ન મળતા અંતે ગામની જ શાળામાં કોઈ બાળકની લાશ પડી હોવાનું સ્થાનિકોને માલુમ પડતા પોલીસને જાણ કરી હતી. અને તપાસ દરમિયાન મૃતહે હિરેનનો જ હોવાનું સામે આવ્યું હતું. શાળાના મેદાનમા એક ફૂટના ખાડામાંથી નવ વર્ષના માસૂમની લાશ મળી આવી હતી. અને લાશ પર પથ્થર મુકેલા હતા.

    આ સમગ્ર મામલે પરિવારજનો અને ગ્રામજનોનો આક્ષેપ છે કે બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ અલ્પેશ ઠાકોરને થતાં તેઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની કામગીરી નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આરોપીઓ પકડી પાડવામાં આવે તેવી માગ કરી હતી. અલ્પેશ ઠાકોરે પરિવારને સાંત્વના પાઠવીને ન્યાય
    આપવાની ખાતરી આપી છે.



    આમ ગુમ થયેલા બાળની લાશ ગામની જ શાળાના પાંગણમાંથી મળી આવતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે. જોકે પોલીસ પોતાનો લૂલો બચાવ કરતા અપહરણની ફરિયાદ બાદ જ્યાં ત્યાં તપાસ કરી હોવાનું જણાવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કેટલા સમયમાં કરે છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.



    મહત્વનું છે કે 9 વર્ષના બાળક હિરેન બાબુજી ઠાકોરનું ગત 23મી ડિસેમ્બરે અપહરણ થયું હતું. જેને લઈને પોલીસ તપાસ કરવા લાગી હતી ત્યાં તપાસ કરતી પોલીસે ગામની શાળાના વિવિધ રૂમ સંકુલમા રવિવારે તપાસ કરી હતી. જેમાં મેદાનના પટ્ટામા એક ભાગમા એક ફૂટના ખાડામાં દાટેલી હાલતમા હિરેનનો મૃત મળી આવ્યો હતો. જેને લઈને સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
    First published:

    Tags: Mahesana