Home /News /mehsana /બેદરકારી દાખવતા કડીના ઈન્ચાર્જ PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ, જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ

બેદરકારી દાખવતા કડીના ઈન્ચાર્જ PI સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ, જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ

7 પોલીસકર્મી સસ્પેન્ડ કરાતા પોલીસબેડામાં ખળભળાટ

7 Policemen suspend: રેન્જ આઇજી દ્વારા ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા ઈન્ચાર્જ PI સહિત સાત પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સમગ્ર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. 7 પોલીસકર્મી સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

વધુ જુઓ ...
મહેસાણા: કડી તાલુકાના વીડજ ગામે એક અઠવાડિયા પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને દેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રેન્જ આઇજી દ્વારા ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરાને 2 દિવસ અગાઉ સસ્પેન્ડ કરાતાં સમગ્ર જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

રેન્જ IG દ્વારા ઇન્ચાર્જ પીઆઈને કરાયા સસ્પેન્ડ


મહેસાણા જિલ્લાના કડીમાંથી ઇન્ચાર્જ પીઆઈ સહિત સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કડી તાલુકાના વીડજ ગામમાંથી થોડા દિવસ પહેલા પૂર્વ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. મળી આવેલો દારૂના જથ્થાને પોલીસ દ્વારા નાશ પણ કરવામાં આવ્યો હતો આ સાથે દેશી દારૂ બનાવામાં વોશનો પણ નાશ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે રેન્જ IG દ્વારા ઇન્ચાર્જ પીઆઈને બે દિવસ પહેલા જ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતના ગ્લોબલ ગરબા: ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઈ કમિશનરે કર્યા ભરપેટ વખાણ

7 પોલીસકર્મી સસ્પેન્ડ કરાતા જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ


આ સાથે કડી ઇન્ચાર્જ પીઆઇ સહિત 7 પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કડીના વીડજ ગામે દેશી દારૂનો જથ્થો ઝડપાતા કરાયા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક સપ્તાહ પહેલા વીડજ ગામમાં રેડ કરવામાં આવી હતી. જે સંદર્ભે રેન્જ આઇજી અને એસપી દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આગાઉ અઢી લાખથી વધુ રૂપિયાનો દેશી દારૂ ઝડપાયો હતો


રેન્જ આઇજી અને એસપી દ્વારા પીઆઈ અને અન્ય પોલીસકર્મીઓને ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના PSI સહીત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ગુજરાત પોલીસ બેડામાં ભારે ખળભળાત મચી જવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગાઉ 3 આરોપીઓ સાથે અઢી લાખથી વધુ રૂપિયાનો દેશી દારૂ ઝડપાયો હતો. આ માટે થઈને એક સાથે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસકર્મીઓમાં ખળભળાટ પામ્યો છે.
First published:

Tags: Gujarat police, કડી, ગુજરાત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો