સાવધાન! વડોદરામાં KFCના બર્ગરમાંથી નીકળી જીવતી ઇયળ

ફૂડ એન્ડ સેફ્ટિીનું લાયસન્સ માંગનારા ગ્રાહકને KFCએ અઢી કલાક રઝળાવ્યો

News18 Gujarati
Updated: June 10, 2019, 7:31 AM IST
સાવધાન! વડોદરામાં KFCના બર્ગરમાંથી  નીકળી જીવતી ઇયળ
વડોદરામાં KFCના બર્ગમાંથી જીવતી ઇયળ નિકળી હતી.
News18 Gujarati
Updated: June 10, 2019, 7:31 AM IST
ફરિદ ખાન, વડોદરા : બર્ગર અને જન્ક ફૂડના ચાહકો માટે એક ચોંકવાનારા સમાચાર આવ્યા છે. અવારનવાર આંતરાષ્ટ્રીય ફૂડ ચેઇનની રેસ્ટોરાંઓમાંથી ગુણવત્તાની ફરિયાદો મળતી હોય છે, તેવામાં વડોદરામાં આવેલા એક KFCમાં બર્ગમાંથી જિવતી ઇયળ નિકળતા ગ્રાહક અકળાઈ ગયો હતો. વડોદરાના વડોદરા સેન્ટ્રલ શોપિંગ મૉલમાં આવેલી KFCમાં વડોદરાનો યુવાન રવિ રાવલે બર્ગર ખરીદ્યું હતુ ત્યારે તેના બર્ગમાંથી જીવતી ઇયળ નિકળતા તેણે KFCને ફરિયાદ કરી હતી.

KFCના મેજરે ગ્રાહકની ફરિયાદનો પૂરતો જવાબ આપ્યો નહોતો. ગ્રાહકે આ બર્ગનો વીડિયો તૈયાર કરી અને સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો. જોકે, ગ્રાહકની ફરિયાદનો પૂરતો જવાબ આપ્યો નહોતો. પહેલાં તો KFCના મેનેજર માનવા તૈયાર નહોતા અને ત્યારબાદ ગ્રાહકે રૂબરૂમાં બર્ગર બતાવ્યું હતું.

આ પણ વાંચો :  આ શહેરમાં બટેટા અને ડુંગળીના ભાવે મળે છે કાજુ

ગ્રાહક રવિ રાવલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખામાં KFCની ફરિયાદ નોંધવાની ઇચ્છા દર્શાવી છે. ગ્રાહકને જે રિસ્પોરન્સ મળવો જોઈએ તે ન મળતા તેણે વડોદરાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરવાની વાત કરી છે. આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત KFCના ખોરાકમાંથી જે પ્રકારે ઇયળ મળી તેને જોતા હવે આગામી દિવસોમાં સંચાલક કેટલી ગંભીરતા દાખવે છે તે જોવું રહ્યું.
First published: June 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...