વડોદરા : MLAના પુત્રની એજન્સીમાં સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

વડોદરા ભા.જ.પના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની એજન્સીના કર્મચારી ગેસ કાઢતાં ઝડપાયા

News18 Gujarati
Updated: September 4, 2019, 11:00 AM IST
વડોદરા : MLAના પુત્રની એજન્સીમાં સિલિન્ડરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: September 4, 2019, 11:00 AM IST
ફરીદ ખાન, વડોદરા : વડોદરા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય અને શહેર ભાજપના વરિષ્ઠ નેતા જીતેન્દ્ર સુખડિયાના પુત્રની ગેસ એજન્સીમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ધારાસભ્ય સુખડિયાના પુત્રની એજન્સીના કર્મચારીઓ શહેરના સમા વિસ્તારમાંથી ગેસ ચોરતાં ઝડપાયા છે. જોકે, ધારાસભ્ય સુખડિયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે કે એજન્સીનું સંચાલન કોન્ટ્રાક્ટરે ગેરરિતી આચરી હોવાનું જણાવ્યું છે.

ગેસ એજન્સીની આ હરકતને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ગેસ એજન્સીના કર્મચારી ગોડાઉનથી ગેસની બોટલો લઈ નીકળતાં હતા. તેઓ ગોડાઉની બહાર પરથી બોટલો રીફિલ કરતા સમયે ગેસની ચોરી કરતા હતા. આ મામલે સ્થાનિકોએ પુરવઠા વિભાગને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પુરવઠા વિભાગે કર્મચારીઓ વિરુદ્ધ હૅપ્પી હોમ એજન્સીને નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીર ક્રિકેટ ટીમ તાલીમ કેમ્પ માટે વડોદરા આવશે

સપ્લાયનો કોન્ટ્રાક્ટ આપેલો છે : MLA જીતેન્દ્ર સુખડિયા

સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાની ફાઇલ તસવીર


ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું હતું કે 'આ એજન્સી મારા પુત્રની છે પરંતુ તેણે સપ્લાય માટે કોન્ટ્રાક્ટ આપેલો છે. કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. મારો દીકરો આવું કામ કદી ન કરે. મેં મારા પુત્રને સૂચના આપી છે કે કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવે અને પુરવઠા વિભાગ જે કોઈ પણ પગલાં લે તેમાં સહકાર આપવો.'
Loading...

વાડ ચીભડા ગળે છે : નરેન્દ્ર રાવત
વડોદરા કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે આ જ એજન્સીમાંથી અગાઉ બે ત્રણ વાર ગેસ ચોરીની ઘટના સામે આવી છે. આ કિસ્સામાં શાસક પક્ષના ધારાસભ્યની એજન્સીમાં આવી ઘટનાઓ બનતી હોય તો વાડ જ ચીભડા ગળી જાય છે. આ મામલે એજન્સીનું લાયસન્સ રદ કરવું જોઈએ.આ પણ વાંચો : અમદાવાદમાં મૂક-બધિર યુવતીને ઘરે ઉતારી જવાનું કહી બળાત્કાર ગુજારાયો

રીફિલ કરતા સમયે ગેસ કાઢી લેવાતો હતો
પ્રાપ્ત અહેવાલ મુજબ ગેસ એજન્સીના કર્મચારીઓ બોટલ રીફિલ કરતાં પહેલાં ગેસ કાઢી લેતા હતા અને તેના આધારે અન્ય ખાલી બોટલો ભરી લેતાં હતા. આ મામલે કેટલાક ગ્રાહકોને વજન ઓછું લાગતું હોવાનું અનુભવાયું હતું. ગ્રાહકોએ પુરવઠા વિભાગને જાણ કરતા જ પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો હતો.
First published: September 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...