વડોદરાઃ દેવ ડેમમાંથી છોડાશે પાણી, કાંઠાના વિસ્તારો સાવધાન !

દેવ કાંઠાના વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઇ તાલુકાના ૭ સહિત કાંઠાના ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી.

News18 Gujarati
Updated: August 4, 2019, 3:47 PM IST
વડોદરાઃ દેવ ડેમમાંથી છોડાશે પાણી, કાંઠાના વિસ્તારો સાવધાન !
જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ
News18 Gujarati
Updated: August 4, 2019, 3:47 PM IST
ફરીદ ખાન, વડોદરાઃ વડોદરા પર આવેલી વરસાદી આફતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. બે દિવસ ધોધમાર વરસાદ બાદ હવે મેઘરાજા હળવા પડ્યા છે, જો કે હજુ પૂરના પાણી ઓસર્યા નથી ત્યાં ફરી દેવ ડેમમાંથી પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે, અહીં વિશ્વામિત્રી નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

હાલોલ તાલુકાના દેવ ડેમમાંથી રવિવારે બપોરના 3 વાગ્યે ૮,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેને અનુલક્ષીને દેવ કાંઠાના વાઘોડિયા તાલુકાના ૧૯ અને ડભોઇ તાલુકાના ૭ સહિત કાંઠાના ગામોના લોકોને તમામ પ્રકારની સાવધાની અને તકેદારી રાખવા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સૂચના આપી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ મા બન્યા બાદ આ એક્ટ્રેસે શેર કર્યો બિકિની ફોટો, લોકોએ આપ્યું આવું રિએક્શન

આ ગામોના લોકોને નદી કાંઠે નહીં જવા, ઢોર-ઢાંખર ને નદીપટમાં ના લઇ જવા કે ત્યાં રોકાણ ના કરવા, નીચાણવાળી જગ્યાઓ હોય તો સલામત ઊંચાઈવાળી જગ્યાઓ એ ખસી જવાની તમામ તૈયારી રાખવા અને જરૂર જણાયે ખસી જવા, ભરાયેલા પાણી થી દૂર રહેવા, વીજ પ્રશાપનો થી દૂર રહેવા સહિતની તમામ તકેદારીઓ પાલન કરવા ખાસ અનુરોધ કરવામાં આવે છે. આ બંને તાલુકાના તંત્રોને તકેદારીના જરૂરી તમામ પગલાઓ લેવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા કલેક્ટર અને મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે હવે આજ્વા સરોવરની જળ સપાટી ઘટી રહી છે, વિશ્વામિત્રી નદીની જળ સપાટી 24. ફુટ છે ભારે થી અતિ ભારે વરસાદની આગાહીના પગલે એન ડી આર એફ પાંચની ટીમો સતર્ક છે. પીવાના પાણી માટે અસગ્રસ્ત વિસ્તારોમાં સાડા ચાર લાખ લીટર પાણી મોકલવામાં આવ્યું છે. તો વીજ પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ચકાસણી ચાલુ છે. 2 લાખ ફૂડ પેકેટ, પીવાનાં પાણીની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 22 મગરોને રહેણાંક વિસ્તરોમાંથી રેસ્કયુ કર્યા છે. 450 કર્મચારીઓ કેસ ડોલની સર્વે કામગીરીમાં જોડાયા છે.
First published: August 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...