Home /News /madhya-gujarat /Vadodara: ઝીલ વ્યાસે NEET UGમાં પ્રભાવશાળી AIR-9મો અને ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું; આ રીતે કરી હતી મહેનત

Vadodara: ઝીલ વ્યાસે NEET UGમાં પ્રભાવશાળી AIR-9મો અને ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું; આ રીતે કરી હતી મહેનત

વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી નીટ ક્રેક કરવા માટે વિદ્યાર્થીની એ ખૂબ જ મહેનત કરીને સિદ્ધિ હાસિલ કરી છે. નીટ 2022 માટે દેશભરમાંથી કુલ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી નીટ ક્રેક કરવા માટે વિદ્યાર્થીની એ ખૂબ જ મહેનત કરીને સિદ્ધિ હાસિલ કરી છે. નીટ 2022 માટે દેશભરમાંથી કુલ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

    Nidhi Dave, Vadodara: વડોદરાની વિદ્યાર્થી ઝિલ વ્યાસે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા ( નીટ ) યુ એ 2022ના પરિણામમાં પ્રભાવશાળી AIR-9મો રેન્ક મેળવીને ગુજરાત ટોપર બનીને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે.તેનો તેમના માતા - પિતા અને આકાશ બાયજુસના સમગ્ર સ્ટાફને આનંદ છે. તેણીએ પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષામાં 720 માંથી 710 માર્કસ મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે સાંજે પરિણામો જાહેર કરાયા હતા.

    વિશ્વની સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા ગણાતી નીટ ક્રેક કરવા માટે વિદ્યાર્થીની એ ખૂબ જ મહેનત કરીને સિદ્ધિ હાસિલ કરી છે. નીટ 2022 માટે દેશભરમાંથી કુલ 18 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેણીની સિદ્ધિ તેણીની સખત મહેનત અને સમર્પણ તેમજ તેણીના માતાપિતાના સમર્થનને આભારી છે.રોગચાળાથી પ્રભાવિત શૈક્ષણિક વર્ષો દરમિયાન પણ ઝીલે ખૂબ જ મહેનત કરી હતી. કોઈ પણ વસ્તુને પોતાના પર પ્રભાવિત થવા દીધી નથી. હવે ઝીલ તેની પસંદગીનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે ટોચની મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાના માર્ગ પર છે. તેને ભવિષ્યમાં ડોકટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી.

    ઝીલ વ્યાસ એ જણાવ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે હું મારા માતા પિતા અને શિક્ષકનું નામ રોશન કરી શકી. ધોરણ નવ સુધી મને કહીએ જ ખબર નથી કે મારે આગળ શું કરવું છે. ધોરણ 10 ના રિઝલ્ટ આવ્યા બાદ મને બાયોલોજી માં રસ હોવાથી મેં એ વિષય પસંદ કરી અને નીટની એક્ઝામ આપી. અને હું કોઈ પણ સોશિયલ મીડિયા હેન્ડલ પર નથી. ઝીલના શિક્ષકે જણાવ્યું કે, ઝીલ ક્યારે પણ ક્લાસ ન આવે એવું બને જ નહીં અને જે દિવસે રજા પડી એ દિવસે સૌથી વધારે દુઃખ ઝીલને થતું. અને વડોદરાનું આજ દિન સુધીનું સૌથી ઉત્તમ પરિણામ ઝીલ લાવી છે.

    આ પણ વાંચો:આ ગામનાં લોકોને રાંધણ ગેસ મફતમાં મળે છે, આ છે કારણ

    ઝીલના પિતા વિપુલ વ્યાસ જેઓ એમ.ડી. ફિઝિશિયન છે. અને માતા વૈશાલી વ્યાસ ફાર્મસીસ્ટ છે. પિતા વિપુલ વ્યાસે જણાવ્યું કે, અમે ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યા છે. અમારી આ એકની એક છોકરી છે. જેથી એની ઈચ્છા અનુસાર એ આગળ વધી શકે છે. અમે ક્યારે પણ એના ઉપર ભણવા માટે દબાવ કર્યો નથી. અને આજે પણ રીઝલ્ટ આવ્યું છે એ ઝીલની સો ટકા મહેનત ના લીધે જ આવ્યું છે.

    વધુમાં વિપુલભાઈએ જણાવ્યું કે, અમે તો ગુજરાત બોર્ડ એટલે કે ગુજરાતી મીડીયમ માં ભણ્યા હતા પણ અમારી છોકરીને અમે CBSEમાં મૂકી. પરંતુ ગુજરાત બોર્ડ અને CBSE માં મને કંઈ ફરક લાગ્યો નથી. મારું ફક્ત એટલું જ કહેવું છે કે જો સરકારી શાળાઓમાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય તો ખાનગી શાળાઓ કે સંસ્થાઓની જરૂર જ ના પડે. ભણતર ફક્ત પરીક્ષા પૂરતું જ ન હોવું જોઈએ પરંતુ પ્રેક્ટીકલ જ્ઞાન વધુ જરૂરી છે.

    ઝીલની માતા વૈશાલી બેને ભાવુક થઈને જણાવ્યું કે, મારી પાસે શબ્દ નથી કહેવા માટે એટલી ખુશનો પાર નથી. એક બાર ઝીલ જે નક્કી કરી લે કે આ કરવું જ છે પછી એ ધ્યેય પાછળ પડી જ જાય. અને આજે એનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે. તદુપરાંત પરથી ઝીલ એના પપ્પાના જે ડોક્ટરના સાધનો હોય એને લઈને રમ્યા કરતી હતી. એટલે એને નાનપણમાં પણ ડોક્ટર રમવાનો શોખ તો હતો જ પરંતુ ત્યારે નક્કી ન હતું કે એને શું બનવું છે. ઝીલ કોરોનાકાળમાં થોડી બીમાર પણ પડી હતી, પરંતુ એમા પણ એને ભણવાનું છોડ્યું ન હતું. કદાચ એટલે જ આજે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
    First published: