ઝોલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો, ચાર લાખ આપી કરાવી હતી હત્યા

ઝોલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો, ચાર લાખ આપી કરાવી હતી હત્યા
પ્રતીકાત્મક તસવીર

ઝાલોદમાં પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ 27 સપ્ટેમ્બરનાં રોજ પોતાના નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું.

 • Share this:
  ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ 27 સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમા એક ખુલાસો થયો છે. પાલિકાનાં કાઉન્સીલર સાથે બનેલી ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજીત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદનાં જ અજય કલાકે ચાર લાખ આપીને હિરેનભાઇ પટેલની હત્યા કરાવી હતી. આ અંગે દાહોદ એલ.સી.બી, ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની શક્યતા છે.

  ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો  મૃતક હિરેનભાઇ પટેલનાં પરિવારે મોત નીપજતા આક્ષેપ કર્યો હતો કે, રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ છે. ઝાલોદના અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

  પહેલા અકસ્માતમાં મોતની આશંકા હતી

  મહત્વનું છે કે, 27 સપ્ટેમ્બરે ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું.  પોલીસ માર્ગ અકસ્માતની થીયરી ઉપર ચાલી હતી પરંતુ માથા અને પીઠની ઇજા જોતા તેમની ઉપર હુમલો કરાયો હોવાની આશંકાના પગલે દાહોદમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યુ હતું

  વડોદરા સેન્ટ્રેલ જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થતા કુખ્યાત ગેંગસ્ટરની થઇ હત્યા

  સુરતમાં ખેલાયો ખૂની કેલ : સામાન્ય બાબતમાં ભાઇએ કરી મોટાભાઇની હત્યા  સતત ત્રણ ટર્મથી જીતતા હતા

  ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેનભાઇ પટેલ નગરની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા. સતત ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચૂંટાઈ આવતા હતા.તો હજી સુધી નાની મોટી તમામ ચૂંટણીઓમાં વિજયી રહ્યા હતા.
  Published by:Kaushal Pancholi
  First published:October 14, 2020, 14:43 pm

  ટૉપ ન્યૂઝ