Home /News /madhya-gujarat /વડોદરા: શેરખી ગામે મોડી રાત્રે બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, એકનું મોત
વડોદરા: શેરખી ગામે મોડી રાત્રે બે પાડોશી પરિવાર વચ્ચે મારામારી, એકનું મોત
પાડોશીઓના ઝઘડામાં એકની હત્યા
Vadodara murder case: મારામારીમાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે સયાજી હૉસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યા હતા. મારામારી દરમિયાન ક્રાંતિ ગોહિલ (Kranti Gohil) નામના યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યું થયું હતું.
વડોદરા: વડોદરા શહેરના શેરખી ગામ (Sherkhi Village) ખાતે બે પરિવાર વચ્ચે મારામારી (Scuffle)નો બનાવ બન્યો છે. આ ઘટનામાં એક યુવકનું મૃત્યું થયું છે. શેરખી ગામ ખાતે મોડી રાત્રે બે પાડોશી પરિવાર (Neighbour family) વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ બંને પરિવાર શેરખી ગામના સીમે વિસ્તારમાં આજુબાજુમાં રહેતા હતા. કોઈ નજીવી બાબતે બોલાચાલી બાદ બંને પરિવાર મારામારી પર ઉતારી આવ્યા હતા.
મારામારીમાં કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે સયાજી હૉસ્પિટલ (Sayaji Hospital) ખસેડવામાં આવ્યા હતા. મારામારી દરમિયાન ક્રાંતિ ગોહિલ (Kranti Gohil) નામના યુવકના માથામાં ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યું થયું હતું. આ મામલે વડોદરા તાલુકા પોલીસે (Vadodara taluka police) ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા પણ શેરખી ગામે નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ હતી.
પાંચ દિવસ પહેલા પણ થઈ હતી હત્યા
મળતી માહિતી પ્રમાણે શેરખી ગામ ખાતે પાંચ દિવસ પહેલા પણ ચાર લોકોએ એક ખેત મજૂરની હત્યા કરી નાખી હતી. હત્યારાઓ ટોળે વળીને બેઠેલા હોવાથી મૃતકે તેને જવાનું કહ્યું હતું. આ વાતનો ખાર રાખીને ચારેયએ મૃતકના ગુપ્તભાગે લાતો મારી હતી. આ મામલે વડોદરા તાલુકા પોલીસે ચારેય યુવકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
પ્રેમપરામાં યુવાને કરી પત્નીની હત્યા
વિસાવદરના પ્રેમપરા (Prempara)માં રૂંવાડા ઊભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. અહીંના એક યુવાને તેની પત્નીની હત્યા (Murder) કરીને લાશ અવાવરું જગ્યા પર દાટી દીધી હતી. થોડા દિવસ પહેલાં મૃતક યુવતીના પિતાએ તેની દીકરીને મળવાની જીદ કરતા હત્યાનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદમાં પોલીસે યુવકની ધરપકડ કરી છે. આરોપી જીવરાજ જોગાભાઈ માથાસુરીયા (Jivraj Jogabhai Mathasuriya)એ પોલીસ સમક્ષ પોતાની પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધાનો ગુનો કબૂલ કરી લીધો છે. જોકે, જીવરાજે શા માટે તેની પત્નીની હત્યા કરી નાખી હતી તે તપાસ બાદ જ માલુમ પડશે. આ ઉપરાંત જીવરાજે લાશના અવશેષ મળ્યા છે ત્યાં જ પત્નીની હત્યા કરી હતી કે પછી અન્ય જગ્યાએ હત્યા કરીને લાશને ત્યાં દાટી દીધી હતી તે સવાલનો જવાબ મળ્યો નથી. (વાંચો સમગ્ર અહેવાલ...)
સુરતમાં બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા
સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામ (Mahuvej Village) ખાતે કેનાલમાં બે સગાભાઈ ડૂબી ગયાનો બનાવ બન્યો છે. હાલ ફાયર બ્રિગેડે (Fire brigade) કેનાલમાં બંને ભાઈઓની શોધખોળ આદરી છે. તો મહેસાણાના કડીના વેકરા ગામ (Vekra village) ખાતે કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો છે. માંગરોળના કેસમાં પાણીમાં ડૂબેલા બંને ભાઈઓની શોધખોળ આદરવામાં આવી છે. બનાવ બાદ કોસંબા પોલીસ (Kosamba Police) પણ ઘટના સ્થળે દડી ગઈ હતી. (વાંચો સમગ્ર અહેવાલ...)
અનેક ગામડાઓ માટે પ્રેરણારૂપ બન્યું બનાસકાંઠાનું વેડંચા ગામ
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) (Swachh bharat mission -Gramin) હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા (Palanpur Takula)ના વેડંચા ગામે (Vedancha village) પ્રવાહી કચરા વ્યવસ્થાપન અને ગ્રે વોટર ટ્રીટમેન્ટની સુંદર કામગીરી કરીને 4,500ની જનસંખ્યા ધરાવતું આ ગામ રાજ્યના અન્ય ગામડાઓ માટે પ્રેરણારૂપ બન્યું છે. વેડંચા ગામના 30 ટકા પરિવારો દ્વારા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતું બે લાખ લિટર પાણી ગામના તળાવમાં વહી જતું હતું. જેનાથી રોગચાળો ફાટી નીકળતો હતો. આ પાણીનો નિકાલ કરવાની તાતી જરૂરિયાત હતી. પરિણામે ગામના નાગરિકોની જાગૃતિ, હકારાત્મક અભિગમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયથી ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Grey water treatment plant)ની શરૂઆત કરવામાં આવી છે. ગ્રે-વોટરની ટ્રીટમેન્ટ કરી પાણીને ખેતી માટે વપરાશ લાયક બનાવવામાં આવી રહ્યું છે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ (Groundwater recharge) કરવામાં આવી રહ્યું છે, જેને કારણે ખેડૂતોને સિંચાઈ માટે પણ પાણી પ્રાપ્ત થઈ રહ્યું છે. (વાંચો સમગ્ર અહેવાલ...)