સમાજના ઉત્થાન અને રાજકીય પ્રગતિમાં યુવાનોની મહત્વની ભૂમિકા : રાષ્ટ્રપતિ
તેઓએ સંદેશમાં જણાવ્યું હતું કે “સમાજના ઉત્થાન અને રાજકીય પ્રગતિમાં યુવાનોની મહત્વની ભૂમિકા હોય છે. યુવાનોને શિક્ષિત કરવા અને માર્ગદર્શન આપવા માટેની ખુબ જરૂર છે ત્યારે ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને યુવાપેઢીમાં ઉજાગર કરવા માટે આ પ્રકારની યુવા શિબિરોનું આયોજન જ્ઞાનજીવનદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હું ખૂબ પ્રસન્નતા અનુભવી રહ્યો છું.”
40 વર્ષથી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ દેશ વિદેશમાં વિચરણ કરીને સંસ્કારી અને ચારિત્ર્યવાન સમુદાય તૈયાર કર્યો છે.
બાળકો અને યુવાનોમાં સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા માટે પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી આ પ્રમાણે વિવિધ શિબિરોમાં નિયમિત આયોજન કરવામાં આવે છે. મને એ જાણીને આનંદ થાય છે કે વિતેલા 40 વર્ષથી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ દેશ વિદેશમાં વિચરણ કરીને સંસ્કારી અને ચારિત્ર્યવાન સમુદાય તૈયાર કર્યો છે. કુદરતી આપત્તિઓના સમયે કુંડળધામ દ્વારા બેસહારા લોકોને સહાયતા અને ગરીબોને ભોજન, દવા જેવા કાર્યો કરવામાં આવે છે. કોવિડની મહામારીના સમયે મંદિરને હોસ્પિટલમાં પરિવર્તિત કરી પૂજ્ય સ્વામીજીએ સમાજમાં એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
200 વર્ષ પહેલાં ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા મુખ્ય ત્રણ સંકલ્પ લીધા હતા જેમાં અનેક મંદિરોની સ્થાપના કરવી, આચાર્ય પદની પ્રતિષ્ઠા કરવી અને પવિત્ર ગ્રંથની રચના કરવી. મને એ વાતનો આનંદ છે કે કુંડળધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ત્રણેય સંકલ્પોનું અનુકરણ થાય છે.
10,000 વર્ષ સુધી નષ્ટ ન થઇ શકે તેવા ટાઇટેનિયમ ધાતુમાં શ્રીહરિચરિત્રસાગર વગેરે ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા છે.
એક ભારત, આત્મનિર્ભર ભારત અને સ્વચ્છ ભારત આ અંગે પણ કુંડળધામ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગ્રંથોની જાળવણી અને ગ્રંથો દ્વારા ધાર્મિક પ્રચાર અર્થે ગ્રંથોની જાળવણીમાં પણ કુંડળધામ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. 10,000 વર્ષ સુધી નષ્ટ ન થઇ શકે તેવા ટાઇટેનિયમ ધાતુમાં શ્રીહરિચરિત્રસાગર વગેરે ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજી સાથે સમન્વય સાધી પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામી સમયને અનુરૂપ અનેક ફેરફારો કરી રહ્યા છે અને તેમાં યુવાનોને જોડવા માટે થ્રીડી એનિમેશનનો ઉપયોગ કરીને વિડિયો ચેષ્ટા તૈયાર કરી છે જે યુવાનોમાં લોકપ્રિય બની છે અને ભવિષ્યની દ્રષ્ટિએ આ એક ઉત્તમ ઉદાહરણ છે.
પર્યાવરણની રક્ષા, પ્રકૃતિ પ્રત્યે આત્મીયભાવ રાખવો અને તમામની રક્ષા કરી માનવજાતની રક્ષા થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી દ્વારા શિક્ષાપત્રીના નિયમોનું અનુસરણ કરીને આદર્શરૂપ બની લાખો યુવાનોને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર