Vadodara: પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળા અને દેવયાનીરાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ સાથે રથયાત્રા ઉજવી
Vadodara: પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળા અને દેવયાનીરાજે ગાયકવાડ શાળાના વિદ્યાર્થીઓ સાથે રથયાત્રા ઉજવી
જગન્નાથ રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
દર વર્ષની જેમ ધૈર્ય પ્રસાદ પેલેસના પરિસરમાં આવેલી પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવયાનીરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા પરિસરમાં જગન્નાથ રથયાત્રાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
વડોદરા: દર વર્ષની જેમ ધૈર્ય પ્રસાદ પેલેસના પરિસરમાં આવેલી પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ (Prince Ashokraje Gaekwad School) અને દેવયાનીરાજે ગાયકવાડ સ્કૂલ (Devyaniraje Gaekwad School) દ્વારા પરિસરમાં જગન્નાથ રથયાત્રાની (Shri Jagannathji's Rathyatra) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વર્ષો જૂની પરંપરાને જીવંત રાખીને શિક્ષકો સાથે 1200 જેટલા વિદ્યાર્થીઓએ હરિ બોલ અને જય જગન્નાથના નારા સાથે રથ ખેંચ્યો.
રથયાત્રા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રાને સમર્પિત હતી.
આ પ્રસંગે, ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેન સુભદ્રા અને ભગવાન બલભદ્રની મૂર્તિઓને પરંપરા મુજબ મંદિરમાંથી બહાર લાવવામાં આવી હતી અને રથમાં મૂકવામાં આવી હતી. રથયાત્રા ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ ભગવાન બલભદ્ર અને તેમની બહેન દેવી સુભદ્રાને સમર્પિત હતી. પૂજા બાદ રથ મંદિરથી આગળ વધવા લાગ્યો હતો અને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તેને શાળાના મુખ્ય બિલ્ડીંગ કેમ્પસમાં લઈ જવામાં આવ્યો હતો.
મંદિરમાંથી શાળાના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓએ પરંપરા મુજબ રથ ખેંચ્યો હતો
શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંપૂર્ણ તાકાતથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, કારણ કે મંદિરમાંથી શાળાના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓએ પરંપરા મુજબ રથ ખેંચ્યો હતો અને તહેવારની ઉજવણી કરી હતી. આ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભક્તિ ગીતોનું પઠન તેમજ પરંપરાગત લોકનૃત્યનું સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આરતી વિધિ બાદ તમામ ભક્તોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. ઉજવણી દરમિયાન ભજન મંડળીએ વિવિધ ભજનો ગાઈ ને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર